For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ ICMRની ત્રણ હાઈટેક લેબનુ કર્યુ ઉદઘાટન, બોલ્યા - કોરોનાની લડાઈમાં મળી નવી તાકાત

દેશમાં ટેસ્ટિંગ હજુ વધારવા માટે સોમવારે આઈસીએમઆરની ત્રણ નવી હાઈટેક લેબ શરૂ કરવામાં આવી છે જે નોઈડા, કોલકત્તા અને મુંબઈમાં સ્થિત છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે જેના કારણે હવે રોજના 50 હજાર આસપાસ કેસ સામે આવવા લાગ્યા છે. દેશમાં ટેસ્ટિંગ હજુ વધારવા માટે સોમવારે આઈસીએમઆરની ત્રણ નવી હાઈટેક લેબ શરૂ કરવામાં આવી છે જે નોઈડા, કોલકત્તા અને મુંબઈમાં સ્થિત છે. આનુ ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ. સાથે જ પીએમ મોદીએ કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી.

ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને મળશે તાકાત

ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને મળશે તાકાત

પીએમ મોદીએ કહ્યુ કે દેશના કરોડો નાગરિક કોરોના વૈશ્વિક મહામારી સામે ખૂબ બહાદૂરીથી લડી રહ્યા છે. આજે જે હાઈટેક સ્ટેટ ઑફ ધ આર્ટ ટેસ્ટિંગ ફેસિલિટી લૉન્ચ થઈ છે તેનાથી પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને કોરોના સામે લડાઈમાં વધુ તાકાત મળશે. એક સારી વાત એ પણ છે કે આ હાઈટેક લેબ્ઝ માત્ર કોરોનાા ટેસ્ટિંગ સુધી જ સીમિત રહેવાની નથી. ભવિષ્યમાં હિપેટાઈટીસ બી અને સી, એચઆઈવી, ડેંગ્યુ સહિત અનેક બિમારીઓના ટેસ્ટિંગ માટે પણ આ લેબ્ઝમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતમાં અન્ય દેશોની સરખમણીમાં ઘણી સારી સ્થિતિ

ભારતમાં અન્ય દેશોની સરખમણીમાં ઘણી સારી સ્થિતિ

પીએમના જણાવ્યા મુજબ દેશમાં જે રીતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા, આજે તેનુ પરિણામ છે કે ભારતમાં અન્ય દેશોની સરખમણીમાં ઘણી સારી સ્થિતિ છે. આજે આપણા દેશમાં કોરોનાથી થતા મૃત્યુ, મોટા-મોટા દેશોની સરખામણીમાં ઘણા ઓછા છે. તેમણે કહ્યુ કે આઈસોલેશન સેન્ટર હોય, કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ હોય, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ સાથે જોડાયેલ નેટવર્ક હોય, ભારતે ખૂબ જ ઝડપી ગતિથી પોતાની ક્ષમતાઓને વિસ્તાર કર્યો. આજે ભારતમાં 11 હજારથી વધુ કોવિડ ફેસિલિટીઝ છે. આ ઉપરાંત 11 લાખથી વધુ આઈસોલેશન બેડ્ઝ પણ છે.

1300 લેબ્ઝ આખા દેશમાં કામ કરી રહી છે

1300 લેબ્ઝ આખા દેશમાં કામ કરી રહી છે

પીએમ મોદીએ કહ્યુ કે માત્ર 6 મહિના પહેલા દેશમાં એક પણ પીપીઈ કિટ મેન્યુફેક્ચરર નહોતા. આજે 1200થી વધુ મેન્યુફેક્ચરર રોજ 5 લાખથી વધુ પીપીઈ કિટ બનાવી રહ્યા છે. એક સમયે ભારત એન-95 માસ્ક પણ બહારથી મંગાવતુ હતુ. આજે ભારતમાં 3 લાખથી વધુ એન-95 માસ્ક રોજ બની રહ્યા છે. તેમણે કહ્યુ કે જાન્યુઆરીમાં આપણી પાસે કોરોના ટેસ્ટ માટે જ્યાં માત્ર એક સેન્ટર હતુ, આજે લગભગ 1300 લેબ્ઝ આખા દેશમાં કામ કરી રહી છે. જેના કારણે આજે ભારતમાં 5 લાખથી વધુ ટેસ્ટ રોજ થઈ રહ્યા છે.

GATE 2021: ગેટ પરીક્ષાની તારીખ ઘોષિત થઇ, નિયમોમાં બદલાવ કરાયોGATE 2021: ગેટ પરીક્ષાની તારીખ ઘોષિત થઇ, નિયમોમાં બદલાવ કરાયો

English summary
pm modi launch high throughput COVID19 testing facilities in 3 cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X