For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અર્જેન્ટીના જવા રવાના

G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મોદી અર્જેન્ટીના જવા રવાના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બુધવારે સાંજે અર્જેન્ટિના જવા રવાના થઈ ગયા છે. આ જી-20 શિખર સંમેલનના વિવિધ સત્ર દરમિયાન પીએમ મોદી અનૌપચારિક રીતે બ્રિક્સની બેઠક સિવાય કેટલાય વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજે ભારતથી રવાના થતા પહેલા પીએમ મોદીએ રાજસ્થાનમાં બે રેલી કરી હતી.

શાંતિ માટે યોગ સમારોહ

શાંતિ માટે યોગ સમારોહ

અર્જેન્ટીનામાં 29 નવેમ્બરે પહોંચતાની સાથે જ પીએમ મોદી બ્યૂનસ આયર્સમાં શાંતિ માટે યોગ સમારોહમાં ભાગ લેશે, જ્યાં તેઓ એક સ્પીચ પણ આપશે. જે બાદ 30 નવેમ્બરે પીએમ મોદી ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જર્મન ચાંસલર એન્જેલા માર્કેટ અને નેધરલેન્ડના પીએમ માર્ક રૂટની મુલાકાત કરશે. આની સાથે જ અનૌપચારિક રપે રશિયા-ભારત-ચીનની મીટિંગમાં પણ મોદી સામેલ થશે.

આ મુદ્દાઓ પર વાત કરશે

આ મુદ્દાઓ પર વાત કરશે

વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે આ સંમેલનને પીએમ મોદી સંબોધિત કરશે, જેમાં આયુષ્માન ભારત, મુદ્રા યોજના, જનધન સ્કીમ અને જીએસટી જેવા મુદ્દા સામેલ હશે. ગોખલેએ કહ્યું કે પીએમ મોદી આની ઉપરાંત ઓઈલ કિંમતોથી પ્રભાવિત થતી ભારતીય અર્થવ્યવસ્થા અને ડિજિટલ રિવોલ્યૂશનથી નોકરીની સંભાવનાઓને લઈ પોતાની વાત રાખશે.

બહુપક્ષીય બેઠકમાં ભાગ લેશે

બહુપક્ષીય બેઠકમાં ભાગ લેશે

જી20 શિખર સંમેલનમાં વિશ્વ વ્યાપાર સંગઠન પર એક બહુપક્ષીય બેઠક થશે અને આ સંગઠનમાં જરૂરી સુધારાઓ પર પોતાની વાત રાખવા માટે ભારત પણ સામેલ થશે. 1 ડિસેમ્બરે મોદી અર્જેન્ટિનાના પીએમ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ યૂરોપીય સંઘ અને યૂરોપીય પરિષદના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરશે.

નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર અસર તો પડી છે: આરબીઆઇ ગવર્નરનોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર અસર તો પડી છે: આરબીઆઇ ગવર્નર

English summary
PM Modi leaves for Argentina to attend G20 summit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X