કાલે સવારે 11 વાગે મોદી કરશે 'મન કી બાત', અહીં જોઈ અને સાંભળી શકો છો PMની સ્પીચ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ એટલે કે કાલે આકાશવાણી પરથી 'મન કી બાત' કરશે. તે દર મહિનાના છેલ્લા રવિવારે 'મન કી બાત' કરે છે અને આ કાર્યક્રમ સવારે 11 વાગે પ્રસારિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ માટે દેશવાસીઓને તેમના વિચાર અને સૂચનનો માંગ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમની આ 68મી કડી હશે. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી લોકો સાથે સંવાદ કરે છે અને પોતાના વિચારો શેર કરે છે. બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ આ 'મન કી બાત'ની તેમની આ 15મી કડી હશે. 'મન કી બાત' આકાશવાણીના બધી ચેનલો પરથી સાંભળી શકાય છે અને દૂરદર્શન પર જોઈ શકાય છે.
આ રીતે મોકલી શકો છો તમે તમારા સૂચનો
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'તમને શું લાગે છે કે આ વખતે 'મન કી બાત'માં કયા મુદ્દાઓ પર સંવાદ કરવામાં આવે, 'મન કી બાત'નુ પ્રસારણ 30 ઓગસ્ટે થશે. તમે તમારા મેસેજ 1800-11-7800 પર મોકલી શકો છો અથવા પછી નમો એપ કે MyGoV એપ પર લખી શકો છો. મને તમારા સૂચન અને વિચારની રાહ જોઈશ.' તમે તમારા સૂચન ટોલ ફ્રી ફોન નંબર 1800-11-7800 પર 26 ઓગસ્ટ સુધી રેકોર્ડ કરાવી શકો છો. તમે તમારા સૂચનોને 29 ઓગસ્ટના રોજ રાતે 11.45 વાગ્યા સુધી મોકલી શકો છો.
PM Shri @narendramodi will share 15th instalment of his "Mann Ki Baat" 2.0 on 30th of this month at 11 AM.
— Mann Ki Baat Updates (@mannkibaat) August 28, 2020
It shall be broadcasted on all channels of @AkashvaniAIR and @DDNational .#MannKiBaat pic.twitter.com/K9Y6NPzGMk
અહીં સાંભળી શકો છો પીએમના 'મન કી બાત'ની જૂની રેકોર્ડિંગ
જો તમે 'મન કી બાત' કાર્યક્રમનુ કોઈ જૂનુ રેકોર્ડિંગ સાંભળવા માંગતા હોય તો તમે www.pmindia.gov.in વેબસાઈટ પર જઈને સાંભળી શકો છો. ગઈ વખતે પ્રધાનમંત્રીએ 26 જુલાઈના રોજ મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ પર દેશના સૈનિકોની બહાદૂરીને યાદ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પાકિસ્તાને મોટા મોટા મનસૂબા પાળીને ભારતની ભૂમિ હડપવાની અને પોતાને ત્યાં ચાલી રહેલ આંતરિક વિવાદથી ધ્યાન ભટકાવવા માટે દૂસ્સાહસ કર્યુ હતુ.
NEET-JEEની પરિક્ષાને લઇ બોલ્યા રાહુલ ગાંધી, કહ્યું- સરકારે બધાની વાત સાંભળવી જોઇએ