• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લાલ કિલ્લેથી પીએમ મોદીએ આપ્યું ભાષણ, જાણો 100 લાખ કરોડની યોજના વિશે શું કહ્યું

|
Google Oneindia Gujarati News

આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો. લાલ કિલ્લેથી દેશને સંબોધિત કરતાં પીએમ મોદીએ મહાત્મા ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોસ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ સહિત તમામ ક્રાંતિકારિઓને યાદ કર્યા. પીએમ મોદીએ દેશના પહેલા પીએમ જવારહલાલ નેહરુ, સરદાર વલ્લભાઈ પટેલને પણ આ અવસર પર યાદ કરતા કહ્યું કે આખો દેશ આ લોકોને ઋણી છે. પીએમ મોદીએ કોરોના મહામારી દરમિયાન સ્વાસ્થ્યકર્મિઓ, ડોક્ટર્સને પણ યાદ કર્યા અને તેમના યોગદાનને અપ્રતિમ ગણાવ્યું. આ દરમિયાન પીએમ મોદીએ ઓલિમ્પિકના ખેલાડીઓના વખાણ કર્યાં. ખેલાડીઓએ આપણું દિલ જ નથી જીત્યું બલકે ભારતની આગામી યુવા પેઢીઓને પ્રેરિત કરવાનું બહુ મોટું કામ કર્યું છે.

100 લાખ કરોડની ગતિ શક્તિ યોજના

ભારત આગામી થોડા સમયમાં જ પ્રદાનમંત્રી ગતિ શક્તિ પ્લાન લઈને આવશે. 100 લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારના અવસર લઈને આવશે. આ એવો માસ્ટર પ્લાન છે જે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરશે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ટ્રાન્સપોર્ટેશનના સાધનોમાં કોઈ તાલમેલ નથી. પરંતુ ગતિ શક્તિ આ સમસ્યાઓને હટાવશે. આનાથી સામાન્ય જનની ટ્રાવેલ ટાઈમમાં કમી આવશે. ગતિ શક્તિ આપણા લોકલ મેન્યુફેક્ચરને ગ્લોબલ સ્તરે લાવવામમાં મદદ કરશે. અમૃત કાળના આ દશકામાં ગતિની શક્તિ ભારતની કાયાકલ્પનો આધાર બનશે.

નાના ખેડૂતો દેશની શાન બને

સમય આવી ગયો છે કે દેશમાં કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકોને કૃષિ ક્ષેત્ર સાથે જોડીએ. આપણે વધુ ઈંતેજાર ના કરી શકીએ. ફળ શાકભાજી અને અનાજનું ઉત્પાદન વધારવામાં આનાથી ઘણી મદદ મળશે. આ પ્રયાસો વચ્ચે આપણે કૃષિ સેક્ટરના એક મોટા પડકાર તરફ ધ્યાન આપવાનું ચે. ગામના લોકો પાસે ઘટી રહેલી જમીન મોટો પડકાર છે. વધતી વસ્્તીના કારણે પરિવારમાં ભાગલાના કારણે ખેડૂતોની જમીન નાની થતી જઈ રહી છે. દેશના 80 ટકા ખેડૂતો પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. 100માંથી 80 ખેડૂતો પાસે 2 હેક્ટરતી પણ ઓછી ખેતી છે. પહેલાં જે નીતિઓ બની તેમાં આ ખેડૂતો પર જેટલું ધ્યાન આપવાનું હતું તે ના થયું. આ જ ખેડૂતો માટે કૃષિ સુધાર કરવામાં આવી રહ્યું છે. નાના ખેડૂતોને સસ્તા દરે લોન મળે, એમએસપી દોઢ ગણી મળે તેના પ્રયત્નો કરવામાં આવ્યા. દરેક નાના ખેડૂતોના નાના ખર્ચને ધ્યાનમાં રાખતાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. 10 કરોડ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી દોઢ લાખ કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે. અમારો મંત્ર છે નાનો ખેડૂત બને દેશની શાન, આ અમારું સપનું છે.

ગામોમાં વિકાસ, સહકારવાદ પર બળ

ભારત સહકારવાદ પર બળ આપે છે, આ આપમી પરંપરા અને સંસ્કારોને અનુકૂળ છે. સહકારવાદમાં માત્ર કાનૂન અને નિયમોની જંજાળ વાળી વ્યવસ્થા નથી. આ સામૂહિક રીતે આગળ વધવાની પ્રવૃત્તિ છે. આના માટે આપણે અલગ મંત્રાલય બનાવ્યું છે. રાજ્યોને સહકારી ક્ષેત્રોને વધુમાં વધુ બળ આપવા માટે અમે આ પગલું ઉઠાવ્યું છે. ગામોમાં નવી અર્થવ્યવસ્થાના નિર્માણ માટે પૂરી શક્તિ લગાવવી પડશે. આપણે આપણી ગામોને તેજીથી પરિવર્તિત થતા જોઈ રહ્યા છીએ. ગામોમાં રસ્તા અને વિજળી પહોંચાડવાનું આપણે કામ કર્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની તૈયારી

જમ્મુ-કાશ્મીરમાં થી રહેલ ડીલિમિટેશન કમીશનની રચના થઈ ચૂકી છે. ભવિષ્યમાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. લદ્દાખ પણ વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે. લદ્દાખ આધુનિક ભારત તરફ વધી રહ્યું છે. સિંધુ સેંટ્રલ યૂનિવર્સિટી લદ્દાખને શિક્ષણનું કેન્દ્ર બનાવી રહી છે.

એક્ટ ઈસ્ટ પોલિસી આગળ વધારવી છે

પાછલા સાત વર્ષોમાં જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેને આપણે વધુ તેજીથી આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. આપણા પૂર્વી ભારતમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર ભારત દેશના વિકાસને નવો આધાર બનાવવાનો છે. નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. બહુ જલદી જ નોર્થ ઈસ્ટની તમામ રાજધાનિઓને રેલ સેવાનું કામ પૂરું થનાર છે. એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત નોર્થ ઈસ્ટ, બાંગ્લાદેશ, મ્યાનમાર, દક્ષિણ એશિયા સાથે કનેક્ટ થઈ રહ્યા છે. નોર્થ ઈસ્ટમાં ટૂરિઝ્મ, ઓર્ગેનિક ફાર્મિંગ, પૉમ ઓઈલની જબરદસ્ત ક્ષમતા છે. તમામના સામર્થ્યને યોગ્ય અવસર આપવો લોકતંત્રની અસલી ભાવના છે.

English summary
PM Modi mentioned gati shakti yojana in his independence day speach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X