For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે મોદી, અંબાણી અને સન્ની સર્ચ એન્જિન પર સૌથી વધારે સર્ચ કરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: વર્ષ 2014ને આપણે બાય બાય કહેવા જઇ રહ્યા છીએ તો દરેક સામાન્ય વ્યક્તિ આ જ વર્ષે પોતાની પાછલા સમયનો હિસાબ કરવામાં લાગેલ છે, એટલા માટે ઓનલાઇન સર્ચ એન્જીન યાહૂ ઇન્ડિયાએ એક આંકડો રજૂ કર્યો છે.

જેનાથી એ માલૂમ પડે છે કે આ વર્ષે યાહૂ પર સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિ કોણ રહ્યું હતું અને કોને સૌથી વધારે લોકોએ યાહૂ સર્ચ એન્જીન પર સર્ચ કરવામાં આવ્યા તો સાથીયો ખુશ થઇ જાવ, એ સૌભાગ્ય મળ્યું છે કે રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી મુકેશ અંબાણીને.

modi-mukesh-sunny
સર્ચ એન્જિન પર સૌથી વધારે સર્ચ કરાયા મોદી, અંબાણી અને સન્ની

મુકેશ અંબાણીને બીજી વખત આ ખિતાબ હાસલ થયો છે. તેમના બાદ આ લિસ્ટમાં નંબર બે પર છે ટાટા સમૂહના નવા ચેરમેન સાઇરસ મિસ્ત્રી, ત્રીજા નંબર પર છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાની, ચોથા નંબર પર એ.એમ. કુમાર મંગલમચૌથે, પાંચમાં પર અમારા સૌના ફેવરેટ રતન તાતા છે. છઠ્ઠા પર દીપક પારેખ અને સાતમા નંબર પર મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી છે.

ત્યારે યાહૂ પર સૌથી પ્રભાવશાળી નેતા નરેન્દ્ર મોદી, સૌથી પ્રભાવશાળી ક્રિકેટર ભારતીય કપ્તાન એમ. એસ ધોની, એક્ટર્સમાં અમિતાભ બચ્ચન અને અભિનેત્રીઓમાં પૂર્વ એડલ્ટ સ્ટાર સન્ની લિયોની રહી.

સ્પોર્ટ્સમાં સૌથી વધારે લોકોએ ક્રિકેટ અંગે સર્ચ કર્યું તો આઇફોન 6 અંગે સૌથી વધારે લોકોએ યાહૂ સર્ચ એન્જીન પર જવાની કોશીશ કરી. રાજનેતાઓની લિસ્ટમાં લોકોએ મોદી બાદ અરૂણ જેટલી અને અમિત શાહ અંગે પણ જાણવાની ખૂબ જ કોશિશ કરી.

English summary
PM Modi, Mukesh Ambani and Sunny Leone top the Yahoo India 2014 search list.Yahoo India said in its 2014 Year in Review (YIR) report on Monday. Reliance Industries chairman Mukesh Ambani led the list of finance newsmakers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X