For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ પર્યાવરણ દિવસઃ પીએમ મોદીએ Biodiversityની કરી વાત, ટ્વિટ કર્યો Video

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ સૌને શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે

|
Google Oneindia Gujarati News

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ સૌને શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે કહ્યુ છે કે આપણો ગ્રહ અને પર્યાવરણ બહુ અમૂલ્ય છે. વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આપણે આ સંકલ્પ લેવો જોઈએ કે આપણે આ ગ્રહને સ્વચ્છ રાખીએ, પર્યાવરણ સાથે મળીને ચાલવા પર આપણને સારુ ભવિષ્ય મળી શકે છે. તેમણે કહ્યુ કે પ્રકૃતિ સાથે પ્રેમ અને સૌહાર્દ સાથે રહેવાથી સુંદર ભવિષ્યનો રસ્તો ખુલશે.

પીએમ મોદીએ કરી જૈવ-વિવિધતાની વાત

પીએમ મોદીએ કરી જૈવ-વિવિધતાની વાત

આ સાથે જ પોતાના ટ્વિટર અકાઉન્ટમાં પીએમ મોદીએ મન કી બાતનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે બાયો ડાયવર્સિટી એટલે કે જૈવ-વિવિધતાની વાત કહી છે. પોતાના વીડિયોમાં પીએમ મોદી કહી રહ્યા છે કે આ વર્ષની થીમ છે, બાયો ડાયવર્સિટી એટલે કે જૈવ-વિવિધતા, વર્તમાન પરિસ્થિતિઓમાં આ થીમ ઘણી મહત્વની છે. લૉકડાઉનમાં જીવનની ગતિ ધીમી થઈ ગઈ છે પરંતુ આપણને આપણી આસપાસ, પ્રકૃતિની સમુદ્ર જૈવ વિવિધતાને જોવાનો અવસર પણ મળ્યો છે. વર્ષો બાદ પક્ષીઓના અવાજ લોકો પોતાના ઘરોમાં સાંભળી રહ્યા છે.

પશુ-પક્ષીઓને પણ ખુલીને જીવવાનો હક મળે

નદીઓ સદા સ્વચ્છ રહે, પશુ-પક્ષીઓને પણ ખુલીને જીવવાનો હક મળે, આકાશ પણ સ્વચ્છ રહે, આના માટે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવન જીવવાની પ્રેરણા લઈ શકીએ છીએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ છે કે જળ છે તો જીવન છે. જળ છે તો કાલ છે. પરંતુ જળ સાથે આપણી જવાબદારી પણ છે. આપણે વરસાદનુ એક એક ટીપુ બચાવવુ પડશે. સ્વચ્છ પર્યાવરણ આપણા જીવન, બાળકોના ભવિષ્યનો વિષય છે. માટે આપણે વ્યક્તિગત સ્તરે પણ આની ચિંતા કરવી પડશે.

'નેચર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ સાથે સેલ્ફી લેવાની છે'

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક અભિયાન શરૂ કર્યુ છે. આ કેમ્પેનમાં તમને નેચર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ સાથે સેલ્ફી લેવાની છે, તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે અમે લોકો માટે છોડ વાવો કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં લોકોએ સેલ્ફી લઈને #SelfieWithSapling સાથે પોસ્ટ કરવુ.

ખાસ વાતો

ખાસ વાતો

વિશ્વ પર્યાવરણ દિવસને મનાવવાનો હેતુ પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. આ દિવસને મનાવવાની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 1972માં કરી હતી. 5 જૂન 1974ના રોજ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો. 19 નવેમ્બર 1986થી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ લાગુ થયો. આમાં જળ, વાયુ, ભૂમિ - આ ત્રણેથી સંબંધિત કારક અને માનવ, છોડ, સુક્ષ્મ જીવ, અન્ય જીવિત પદાર્થ વગેરે પર્યાવરણ હેઠળ આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ એ દિવસ છે જે દિવસે દુનિયામાં સૌથી વધુ વૃક્ષારોપણ થાય છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 9851 નવા કેસ અને 273 મોત, કુલ સંખ્યા 2 લાખ 26 હજારથી વધુદેશમાં છેલ્લા 24 કલાકમાં 9851 નવા કેસ અને 273 મોત, કુલ સંખ્યા 2 લાખ 26 હજારથી વધુ

English summary
PM Modi on Friday posted wishes on the World Environment Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X