પીએમ મોદીએ પદ્મશ્રી બલબીર સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ
રમતગમત પ્રેમીઓ માટે સોમવારની સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. મોહાલીમાં પૂર્વ હૉકી ખેલાડી બલબીર સિંહનુ નિધન થઈ ગયુ. બલબીર સિંહ 96 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બિમાર હતા. જેના કારણે તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ સોમવારે સવારે સાડા છ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.
પદ્મશ્રી બલબીર સિંહને શ્રદ્ધાંજલિ આપીને પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ કે તેમને તેમના યાદગાર ખેલ પ્રદર્શન માટે હંમેશા યાદ કરવામાં આવશે. આખા દેશને તેમના પર ગર્વ છે. નિઃશંકપણે એક ઉત્કૃષ્ટ હૉકી ખેલાડી તરીકે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. બલબીર સિંહના નિધનથી ખૂબ દુઃખ થયુ છે. પીએમ મોદીએ તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. વળી, ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટર પર લખ્યુ કે બલબીરજી એક પ્રસિદ્ધ હૉકી ખેલાડી હતા જેમણે પોતાની સ્ટિકથી વિશ્વ હૉકી પર છાપ છોડી છે. હું ભાગ્યશાળી છુ કે હું ઝિંદાદિલ બલબીરજીને મળ્યો હતો. તેમના નિધન પર તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે.
Padma Shri Balbir Singh Sr. Ji will be remembered for his memorable sporting performances. He brought home lots of pride and laurels. Undoubtedly a brilliant hockey player, he also made a mark as a great mentor. Pained by his demise. Condolences to his family and well wishers.
— Narendra Modi (@narendramodi) May 25, 2020
તમને જણાવી દઈએ કે બલબીર સિંહ હૉકીના દિગ્ગજ ખેલાડી હતા જેમણે દુનિયામાં એક અલગ ઓળખ મળી હતી. તેમણે લંડન(1948), હેલસિંકી(1952) અને મેલબર્ન(1956) ઓલિમ્પિકમાં ભારતને સ્વર્ણ પદક જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમના આ યોગદાન માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સમ્માનિત કર્યા હતા. બલબીર સિંહ 1975 વિશ્વ કપ વિજેતા ભારતીય હૉકી ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે.
લૉકડાઉનમાં ઢીલ બાદ કોરોના કેસ વધ્યા, લોકો રિકવર થતા રહે તો ચિંતા નથીઃ કેજરીવાલ