ગાંધી જયંતી પર પીએમ મોદીએ રાજઘાટ પર બાપૂને નમન કર્યા
નવી દિલ્હીઃ ગાંધી જયંતિના અવસર પર પીએમ મોદીએ રાજઘાટ પહોંચી બાપૂને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ રાજઘાટ પહોંચી બાપૂની સમાદી સ્થલે પુષ્પ અર્પિત કર્યા અને નમન કર્યા. થોડીવાર રાજઘાટ પર રોકાયા બાદ પીએમ મોદી અહીંથી રવાના થઈ ગયા. અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરી મહાત્મા ગાંધીની જન્મતિથિ પર તેમને યાદ કર્યા. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું, 'ગાંધી જયંતિ પર આપણે પ્યારા બાપૂને નમન કરીએ છીએ. તેમના જીવન અને મહાન વિચારોથી ઘણુંબધું સીખવાનું છે. બાપૂના આદર્શ આપણને સમૃદ્દ અને કરુણ ભારત બનાવવામાં માર્ગદર્શન કરે છે.' પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો, જેમાં પીએમ મોદી ગાંધીજીના આદર્શો વિશે બોલી રહ્યા છે.
પીએમ મોદીએ વીડિયો શેર કર્યો જેમાં પીએમ કહે છે, પૂજ્ય બાપૂના વિચાર આદર્શ આજે પહેલેથી ક્યાંય વધુ પ્રાસંગિક છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમનું જીવન જ સંદેશ છે. મહાત્મા ગાંધીએ ક્યારેય પોતાના જીવનથી પ્રબાવ પેદા કરવાની કોશિશ નથી કરી, બલકે તેમનું જીવન જ પ્રભાવ બની ગયું. પૂજ્ય બાપૂ સ્વચ્છતાને સર્વોપરિ માનતા હતા. બાપૂ ઈચ્છતા હતા કે દેશના દરેક નાગરિક સ્વસ્થ થાય, ગાંધીજી વસુદૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખતા હતા.
મહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથા