Pics: રાંચીમાં 35000 લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ, કહ્યુઃ યોગને બનાવો જીવનનો ભાગ
આજે સમગ્ર દેશ આંતરારાષ્ટ્રી યોગ દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે રાંચીના પ્રભાત તારા મેદાન પહોંચ્યા જ્યાં તેમણે 35000 લોકો સાથે યોગ કર્યા છે. આજે દેશભરમાં લગભગ 13 કરોડ લોકો અલગ અલગ જગ્યાઓએ આયોજિત થતા કાર્યક્રમોમાં શામેલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 માટેની થીમ ક્લાઈમેટ એક્શન છે.
આ પણ વાંચોઃ છેવટે મહારાષ્ટ્ર પહોંચ્યુ ચોમાસુ, આજે આ રાજ્યમાં દઈ શકે દસ્તક, થશે રિમઝિમ વર્ષા
|
35000 લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ
આ પ્રસંગે પીએમ મોદી સામાન્ય જનતાને સંબોધિત પણ કરી. પ્રધાનમંત્રીએ અહીં કહ્યુ કે ‘આજે દેશ-દુનિયાના અનેક ભાગોમાં લાખો લોકો યોગ દિવસ મનાવી રહ્યા છે. દુનિયાભરમાં યોગના પ્રસાર માટે મીડિયાના સાથી, સોશિયલ મીડિયાના લોકો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ઝારખંડમાં યોગ દિવસ માટે આવવુ ખૂબ સુખદ અનુભવ છે.'
|
આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છેઃ પીએમ મોદી
આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે તો આપણે યોગ સાથે જોડાયેલા રિસર્ચ પર પણ જોર દેવુ પડશે. આના માટે જરૂરી છે કે આપણે યોગને કોઈ સીમામાં બાંધીને ના રાખીએ. યોગને મેડીકલ, ફિઝિયોથેરેપી, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ આની સાથે પણ જોડવુ પડશે. તમે બધા પોતાના યોગના જ્ઞાનને ફોનના સોફ્ટવેરની જેમ અપડેટ કરો, પ્રધાનમંત્રીએ કહ્યુ કે લોકોને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવો.
|
યોગથી થાય છે આ ફાયદા
સંપૂર્ણ સ્વાસ્થ્ય
વજનમાં ઘટાડો
ચિંતામાંથી મુક્તિ
અંતસની શાંતિ
પ્રતિકારક ક્ષમતામાં સુધારો
વધુ સજગતા સાથે જીવવુ
સંબંધોમાં સુધાર
ઉર્જામાં વૃદ્ધિ
સારુ શારીરિક લચીલાપણુ તેમજ બેસવાની રીત
સારુ અંતર્જ્ઞાન