For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી વાર PM આવાસમાં ફર્યા હીરા બા, મોદીએ મૂકી તસવીરો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હિરા બાને કેટલો પ્રેમ કરે છે તે વાત તો આખી દુનિયા જાણે છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યાને બે વર્ષ થઇ ગયા પછી પહેલીવાર તેમની માતા હિરા બા વડાપ્રધાનના સરકારી આવાસ 7 આરસીઆરમાં રવિવારે આવી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાબાને જાતે આખા પરિસરમાં વ્હિલચેર પર ફેરવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હિરાબાની આ સફરના કેટલાક ફોટો શેયર કરતા કહ્યું હતું કે લાંબા સમય પછી માતા સાથે કેટલાક યાદગાર પણ માણીને ખુશી અનુભવી. નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા તેમની માતા હિરાબાની તબિયત લથડી હતી. જે બાદ તેમનામાં સુધાર જોવા મળ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની માતા સાથેની આ ખાસ તસવીરો જુઓ અહીં...

લે બેટા!

લે બેટા!

કોઇ પણ માતા હંમેશા પોતાના બાળકની ભૂખ અને તરસનું ધ્યાન રાખતી હોય છે. પછી ભલે તેની ઉંમર કેટલીય કેમ ના થઇ જાય અને તેના દિકરાની પણ ઉંમર અને પદ કેટલુંય કેમ ના હોય! અને કંઇક આ સુંદર ભાવ જોવા મળ્યો આ ફોટોમાં...

વ્હિલચેરમાં ફર્યા 7 આરસીઆર

વ્હિલચેરમાં ફર્યા 7 આરસીઆર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધિકૃત નિવાસસ્થાન દિલ્હીના 7 આરસીઆરના બગીચાની મુલાકાત કંઇક આ રીતે વ્હિલચેરમાં હિરાબા કરી હતી.

મોદી અને હિરા બા

મોદી અને હિરા બા

ત્યારે મોદીએ સ્વયંમ પોતાની માતા પ્રધાનમંત્રી આવાસ બતાવ્યો હતો. અને ટ્વિટ કરીને આ અંગે ફોટો મૂકી જણાવ્યું હતું કે ધણા લાંબા સમય પછી તેમણે તેમની માતા સાથે આટલો સરસ સમય પસાર કર્યો છે.

હિરાબા પરત ફર્યા ગુજરાત

હિરાબા પરત ફર્યા ગુજરાત

જો કે હવે હિરા બા ગુજરાત પરત ફરી ચૂક્યા છે. તેમ છતાં વડાપ્રધાન બન્યાના બે વર્ષ પછી હિરા બાની આ સફર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશા યાદ રહેશે તે વાત છે.

English summary
Prime Minister Narendra Modi had his mother visiting him at his official Race Course Road residence, for the first time since he started living there nearly two years back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X