આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને આપી શુભકામના
હિંદુ પંચાગ અનુસાર કૃષ્ણ જન્માષ્ટમી ભાદરવા મહિનાની આઠમે મનાવવામાં આવે છે. અમુક જગ્યાએ જન્માષ્ટમીનો પર્વ મંગળવારે જ મનાવી લેવામાં આવ્યો તો અમુક સ્થળોએ આજે કાન્હાજીનો જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે કોરોના સંકટના કારણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ભવ્ય કાર્યક્રમ નથી થઈ રહ્યા પરંતુ આજના આ પવિત્ર પર્વ પર દેશભરમાં અને દુનિયાના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ આપી દેશવાસીઓને શુભકામના
આ શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પીએમે ટ્વિટર પર લખ્યુ, 'બધા દેશવાસીઓને જન્માષ્ટમીના પવિત્ર પર્વી ખૂબ ખૂભ શુભકામનાઓ, જય શ્રીકૃષ્ણ.'
|
'જ્યાં સત્ય તેમજ ધર્મ છે, તે જ ઈશ્વર છે'
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ છે - જ્યાં સત્ય તેમજ ધર્મ છે, ત્યાં જ ઈશ્વર છે. અસત્ય અને અધર્મનો વિનાશ કરનાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ.'
|
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દેશવાસીઓને શુભકામના આપી છે. તેમણે ટ્વિટ કર્યુ છે, 'શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વની તમને બધાને હાર્દિક શુભકામનાઓ.'
Greetings to everyone on the auspicious occasion of Shri Krishna Janmashtami. I pray for the well- being and good health of the people.
— Rajnath Singh (@rajnathsingh) August 11, 2020
श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व की आप सभी को हार्दिक शुभकामनाएँ!
બેંગલુરુ હિંસામાં 60 પોલિસકર્મી ઘાયલ, ગોળીબારમાં 2ના મોત