For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટન સાથે એમઓયુ સાઈન કરવાની પીએમ મોદીએ કરી મનાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની મનાઈ કરી દીધી છે જે અંતર્ગત બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા અપ્રવાસી ભારતીયેને ભારત પાછા મોકલી શકાય.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની મનાઈ કરી દીધી છે જે અંતર્ગત બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા અપ્રવાસી ભારતીયોને ભારત પાછા મોકલી શકાય. આની પાછળનું મોટુ કારણ એ છે કે બ્રિટને ભારતીયોને સરળતાથી વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. સુત્રો અનુસાર લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જાન્યુઆરી મહિનામાં આ એમઓયુ આગળ વધાર્યા હતા પરંતુ જ્યારે પીએમ મોદીએ એપ્રિલ મહિનામાં લંડન ગયા તો તેમણે વિઝાની પ્રક્રિયાને સરળ કરવાની દિશામાં કોઈ પ્રગતિ ન જોતા આના પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો છે.

pm modi

નવેમ્બર 2017 માં બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે એ પીએમને કહ્યુ હતુ કે જો બ્રિટનમાં કગેરકાયદેસર રીતે રહેતા ભારતીય સ્વદેશ પાછા ફરે તો યુકે ભારતીયોને વિઝા આપવાની પ્રક્રિયા સરળ કરશે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જ્યારે થેરેસા ભારત ગયા હતા તો તેમણે કહ્યુ હતુ કે બંને દેશો વચ્ચે આ ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય જો યુકેથી પાછા ફરે તો વિઝા આપવાની પ્રક્રિયા સરળ કરવામાં આવશે અને નાના નાના કારણોથી વિઝા રદ કરવામાં નહિ આવે.

અધિકારીએ જણાવ્યુ કે અમે વધુ સારી વિઝા સિસ્ટમ ઈચ્છીએ છીએ. જો આ લોકો ચીનને તે આપતા હરયો તો ભારતીયો કેમ ન આપી શકે. બ્રિટન ચીનને બે વર્ષનો મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપે છે તો ભારતને પણ આ પ્રકારની સુવિધા આપી શકે છે. જે રીતે યુકેમાં બ્રેક્સિટ થયો તે બાદ ફ્રી ટ્રેડ માટે ભારત વિઝાના નિયમોમાં બદલાવ ઈચ્છતુ હતુ. પરંતુ જે રીતે યુકેએ વિઝાની શરતોને સરળ ના કરી તે બાદ પીએમે એમઓયુ પર સાઈન કરવાનો ઈનકાર કરી દીધો છે.

English summary
pm modi refused to sign the mou with uk after no progress in the ease of visa policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X