For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં પીએમ મોદીએ જાહેર કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમ્મામનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમ્મામનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો. આ સિક્કા પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો ફોટો છે. કાલે એટલે કે 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રીની જયંતિ છે. સિક્કો જાહેર કર્યા બાદ પીએમે કહ્યુ, 'જો આપણે તેમના આદર્શો પર ચાલીએ તો આપણે પણ અટલ બની શકીએ છીએ.'

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે અટલ બિહારી વાજપેયીનો સિક્કો આપણા દિલો પર 50 વર્ષથી વધુ ચાલ્યો. આપણે એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે કહ્યુ કે અટલ બિહારી વાજપેયી વિપક્ષમાં બેસીને સામાન્ય જનતા માટે મુદ્દાઓ ઉઠાવતા રહ્યા. તમને જણાવી દઈએ કે આજે જાહેર કરાયેલા સ્મારક સિક્કા પર અટલ બિહારી વાજપેયીનું આખુ નામ દેવનાગરી અને અંગ્રેજી ભાષામાં લખાયેલુ છે. આ સિક્કાના નીચેની હિસ્સામાં વાજપેયીનું જન્મ વર્ષ 1924 અને મૃત્યુ વર્ષ 2018 અંકિત કરાયેલુ છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં છત્તીસગઢના નવા રાયપુરનું નામ અટલ રાખવામાં આવ્યુ છે. વળી, ઉત્તરાખંડ સરકારે પણ દેહરાદૂન એરપોર્ટનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાનો નિર્ણય લીધો હતો. જ્યારે લખનઉના હજરતગંજ ચાર રસ્તાનું નામ અટલ ચોક કરી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ-એનસીપી સાથે લડશે લોકસભા ચૂંટણી 2019: શરદ પવારનું મોટુ નિવેદનઆ પણ વાંચોઃ કોંગ્રેસ-એનસીપી સાથે લડશે લોકસભા ચૂંટણી 2019: શરદ પવારનું મોટુ નિવેદન

English summary
Pm Modi releases commemorative Rs 100 coin in memory of former pm Atal Bihari Vajpayee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X