સરકારે ખેડૂતોને બંધનમાંથી મુક્ત કર્યા તો આ લોકો વિરોધ પર ઉતરી આવ્યાઃ પીએમ મોદી
નવી દિલ્લીઃ સંસદમાં હાલમાં જ પાસ કરવામાં આવેલ ખેડૂત બિલોનો પ્રશ્ન સતત વધી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં ખેડૂત સંગઠન આ બિલોનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી દળો પણ આ વિરોધની જરૂરી ગણાવી રહ્યા છે. આના પર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે હવે જ્યારે સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો આ લોકો તેના પર વિરોધ કરી રહ્યા છે. આ લોકો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, જે દેશ જોઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે હમણા સમાપ્ત થયેલા સંસદ સત્રમાં દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી દેશના શ્રમિક સશક્ત થશે, નવયુવાનો સશક્ત થશે, મહિલાઓ સશક્ત થશે, ખેડૂતો સશક્ત થશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે અમુક લોકો વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા દેશે પોતાના ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે. હવે દેશનો ખેડૂત ક્યાંય પણ, કોઈને પણ પોતાની ઉપજ વેચી શકે છે. પરંતુ આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે ત્યારે પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે.
તેમણે કહ્યુ કે આ લોકો ઈચ્છે છે કે ખેડૂતોની ગાડીઓ જપ્ત થતી રહે, તેમના વચેટિયાઓ લાભ કમાતા રહે. વર્ષો સુધી આ લોકો કહેતા રહ્યાકે એમએસપી લાગુ કરીશુ પરંતુ ન કર્યુ. એમએસપી લાગુ કરવાનુ કામ સ્વામીનાથન કમિશનની ઈચ્છા અનુસાર અમારી સરકારે કર્યુ છે. પ્રધાનમંત્રીએ આ વાત વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી છે. વાસ્તવમાં આજે તેમણે ઉત્તરાખંડમાં છ મોટી પરિયોજનાઓનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ પરિયોજનાઓના ઉદ્ઘાટન વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી નમામિ ગંગે યોજના હેઠળ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ જળ જીવન મિશનના લોગોનુ પણ અનાવરણ કર્યુ. આ દરમિયાન તેમણે કૃષિ બિલના વિરોધ વિશે પોતાનુ મંતવ્ય જણાવ્યુ.
ન યુદ્ધ છે, ના શાંતિ, ચીન પાસેની સીમા પર સ્થિતિ પડકારરૂપઃ IAF ચીફ