For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

In Pics: મેટ્રોમાં મોદીની સવારી, લોકોએ લીધી PM સાથે સેલ્ફી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: લાંબા સમયથી રાહ જોઈ રહેલા ફરીદાબાદના લોકોને PM મોદીએ મેટ્રોની ભેટ આપી અને બીજી તરફ મેટ્રોમાં આમ આદમી સાથે સફર કરીને લોકોને ચોંકાવી પણ દીધા. મેટ્રોમાં મોદી સાથે સફર કરતી વખતે લોકોના હરખનો પાર નહતો.

મોદીએ મેટ્રોમાં 10 સ્ટેશન્સની વચ્ચે મુસાફરી કરી, ત્યાંજ બીજી તરફ લોકોએ પણ મોટા પ્રમાણમાં PM મોદી સાથે સેલ્ફી લેવાનો લુફ્ત ઉઠાવ્યો હતો. મોદીએ ફરી એક વખત દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરીને લોકોને અચંબીત કરી મૂક્યાં.

વેલ તમે ભલે PM મોદી સાથે સેલ્ફી ન લઈ શક્યા હોવ, પણ આવો જોઈએ મેટ્રોમાં સફર કરી રહેલા PM મોદીનો અલગ અંદાજ.

PMની મેટ્રો સફર:

PMની મેટ્રો સફર:

પીએમે મેટ્રોમાં સફર કરીને સૌને ચોંકાવી દીધા. જો કે આ પહેલા પણ મોદી મેટ્રોમાં સફર કરી ચૂક્યા છે.

સેલ્ફી માટે હરીફાઈ

સેલ્ફી માટે હરીફાઈ

પીએમ મોદી રવિવારના દિવસે બદરપુર-મુજેસર મેટ્રોલાઈનનું ઉદઘાટન કરવા માટે જ્યારે જનપથ મેટ્રો રેલ્વે સ્ટેશન પરથી મેટ્રો રેલમાં સવાર થયા ત્યારે તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોમાં હરીફાઈ જેવો માહોલ જોવા મળ્યો હતો.

PMની મેટ્રો સફર:

PMની મેટ્રો સફર:

ઘણાં લાંબા સમય સુધી મોદી એક પુસ્તકના કેટલાક પેજીસ ફંફોળતા રહ્યાં હતા. પરંતુ લોકોની ઉત્સુક્તા જોઈને તેમણે લોકોને પાસે આવીને સેલ્ફી લેવા દીધી.

લોકોમાં ઉત્સાહ

લોકોમાં ઉત્સાહ

મહિલાઓ અને યુવાનોમાં મોદી સાથે તસવીર લેવાનો ઉત્સાહ વધુ જોવા મળ્યો. તો મોદી પણ ખુલ્લા મનથી લોકો સાથે સેલ્ફી ખેંચાવતા રહ્યાં.

સેલ્ફી વીથ મોદી

સેલ્ફી વીથ મોદી

મોદીએ દેશના યુવાધન સાથે હાથ પણ મીલાવ્યા. મેટ્રોમાંથી ઉતર્યા બાદ નીચે આવવા માટે તેમણે ઈલેક્ટ્રોનિક સીડી અને સાદી સીડી બંનેનો ઉપયોગ કર્યો હતો.

મોદી સાથે તસવીર

મોદી સાથે તસવીર

આખીય સફરમાં યાત્રિકો મોદી સાથે બેસીને સેલ્ફી ખેંચાવતા રહ્યાં. કેટલાકે પીએમ સાથે વાત પણ કરી. તો ખુદ પીએમ પણ લોકોના હાલચાલ પૂછી રહ્યાં હતા. લગભગ અડધા કલાક સુધી પીએમે મેટ્રોમાં સફર કરી હતી.

English summary
PM Modi Travel by Delhi Metro and interacted with the regular commuters, who also took selfies with the Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X