For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી રક્ષા બંધનની શુભકામના

મેળા અને તહેવારોનો દેશ ભારતમાં દરેક તહેવાર પૌરાણિક મહત્વ સાથે જોડાયેલ છે, એવા જ એક તહેવારોમાં રક્ષા બંધન પણ છે જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

મેળા અને તહેવારોનો દેશ ભારતમાં દરેક તહેવાર પૌરાણિક મહત્વ સાથે જોડાયેલ છે, એવા જ એક તહેવારોમાં રક્ષા બંધન પણ છે જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. આ તહેવાર પર બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને બદલામાં ભાઈ બહેનની રક્ષા કરે છે. રાખડીમાં રક્ષા સૂત્રનું સૌથી વધુ મહત્વ છે. રાખડી કાચા સૂતર જેવી વસ્તુથી લઈને રંગીન કળાવા, રેશમી દોરા, સોના કે ચાંદી જેવી મોંઘી વસ્તુની પણ હોઈ શે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદીએ આજે તમામ દેશવાસિઓને રક્ષા બંધનની વધામણી પાઠવી છે.

આજે રક્ષા બંધન

આજે સાંજે વહેલી સવારથી છોકરીઓ અને મહિલાઓ પૂજાની થાળી સજાવે છે. થાળીમાં રાખડીની સાથે રોલી કે હળદર, ચોખા, દીવો અને મિઠાઈ હોય છે. છોકરાઓ અને પુરુષો સ્નાન કરી પૂજા કે કોઈ પવિત્ર સ્થાને બેસે છે. તેમને હળદરથી ચાંદલો કરી ચોખા માથા પર નાખવામાં આવે છે, એમની આરતી ઉતારી જમણા હાથમાં રાખડી બાંધવામાં આવે છે. બાદમાં ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે.

ભાઈ બહેનનો પર્વ રક્ષા બંધન

રાખડીનો તહેવાર ક્યારે શરૂ થયો તે કોઈ નથી જાણતું પરંતુ ભવિષ્ય પુરાણોમાં વર્ણન મળે છે કે દેવ અને દાનવમાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે દાનવ હાવી થતા જોવા મળ્યા હતા. ગભરાઈને ભગવાન ઈન્દ્ર ગુરુ પાસે ગયા. ત્યાં બેઠેલી ઈન્દ્રની પત્ની ઈન્દ્રાણી બધું સાંભળી રહ્યાં હતાં. એમણે રેશમી દોરાને મંત્રોની શક્તિથી પવિત્ર કરીને પોતાના પતિના હાથ પર બંધી દીધો. સંયોગથી તે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ હતો.

કેટલાય ઐતિહાસિક પ્રસંગો

કેટલાય ઐતિહાસિક પ્રસંગો

આ તહેવારો કેટલાય ઐતિહાસિક પ્રસંગો સાથે જોડાયેલો છે. રાજપૂત જ્યારે લડાઈ પર જતા હતા ત્યારે મહિલાઓ એમના માથે કુમકુમનો ચાંદલો લગાવી હાથમાં રેશમી દોરો બાંધતી હતી. એવો વિશ્વાસ હતો કે આ દોરો તેમને જીત અપાવીને પરત લાવશે.

English summary
President Ram Nath Kovind and PM Narendra Modi on Sunday extended warm greetings to the nation on the occasion of Raksha Bandhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X