• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CAA પર રામલીલા મેદાનમાં ગરજ્યા પીએમ મોદી, ભાષણની 8 મહત્વની વાતો

|

નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીને લઈ દિલ્હીમાં ઠેર-ઠેર થઈ રહેલ વિરોધ પ્રદર્શન વચ્ચે રવિવારે રામલીલા મેદાનમાં પીએમ મોદીએ રેલી કરી. જેના દ્વારા ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ પણ કરી દીધો, જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની 1731 અનધિકૃત સોસાયટીઓને નિયમિત કરવાનો રસ્તો સાફ કરવા સંબંધી બિલ સંસદમાં પાસ કર્યા બાદ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મારું પુતળું સળગાવી નાખો પણ સંપત્તિ સળગાવવાની જરૂરત નથી

મારું પુતળું સળગાવી નાખો પણ સંપત્તિ સળગાવવાની જરૂરત નથી

આ દરમિયાન પીએમ મોદીએ સિટિઝન એક્ટને લઈ દેશભરમાં મચેલી બબાલ પર કહ્યું કે આ એક્ટ દેશના હિન્દુ-મુસ્લિમો માટે નથી, તેમણે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું કે દેશને ડર અને અરાજકતાના માહોલમાં ધકેલવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, સાથે જ પીએમ મોદીએ હિંસા પર કહ્યું કે મારું પુતળું સળગાવી નાખો, પરંતુ સંપત્તિ સળગાવવાની જરૂરત નથી અને પોલીસ જનતાની દુશ્મન નથી.

મુસ્લિમ બહુમતી દેશોના સમર્થનથી કોંગ્રેસ પરેશાન

પોતાની રેલીમાં કોંગ્રેસને આડે હાથ લેતાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી આજે આ વાતથી પરેશાન છે કે આખરે મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે અને ખાસ કરીને મુસ્લિમ બહુમતી વાળા દેશોનું આટલું સમર્થન કેમ મળે છે, ગલ્ફ દેશ મોટીને આટલા પસંદ કેમ કરે છે? પીએમ મોદીએ કહ્યું કે સાઉદી, બહરીન, યૂએઈ સાથે ભારતના સંબંધ સર્વશ્રેષ્ઠ છે, તેમને આ વાતની બળતરા થાય છે અને તે માટે તેઓ કંઈપણ કરવા તૈયાર છે.

મમતા દીદી આટલાં કેમ ડરી રહ્યાં છે

પીએમ મોદીએ પોતના સંબોધનમાં શરણાર્થી અને ઘૂસણખોરો વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો છે, પીએમ મોદીએ કહ્યું કે એક ઘૂસણખોર પોતાની ઓળખ ક્યારેય નથી જણાવતો અને એક શરણાર્થી પોતાની ઓળખ ક્યારેય નથી છૂપાવતો. એક દિવસ શરણાર્થીઓ માટે સંસદમાં કાગળ ફાળનાર મમતા દીદી આટલાં કેમ ડરી ગયાં કે તેઓ સીધાં યૂએન પહોંચી ગયાં.

ડિટેન્શન સેન્ટ્રની અફવા એકદમ ખોટીઃ મોદી

પીએમ મોદીએ કહ્યું કે હજી પણ જેઓ ભ્રમમાં છે, તેમને હું કહીશ કે કોંગ્રેસ અને અર્બન નક્સલિઓ દ્વારા ઉડાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરની અફવા એકદમ ખોટી છે. તેમણે કહ્યું જેઓ હિન્દુસ્તાની માટીના મુસલમાનો છે, તેમની સાથે નાગરિકતા કાનૂન અને એનઆરસી બંનેનું કંઈ લેવાદેવા નથી.

CAAનું દેશના મુસલમાનો સાથે કોઈ લેવા-દેવા નથીઃ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી. તેમણે કહ્યું કે જે લોકો દેશમાં જૂઠ ફેલાવી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તેવા લોકોને ઓળખવાની જરૂરત છે, આ બે પ્રકારા લોકો છે. એક તેઓ જેમની રાજનીતિ દશકાઓ સુધી વોટબેંક પર જ ટકેલી રહી છે અને બીજા એવા લોકો જેમને આ રાજનીતિથી લાભ મળે છે.

ભાગલા પાડો, ભેદ કરો અને રાજનીતિનું ઉલ્લૂ સીધું કરો

ભાગલા પાડો, ભેદ કરો અને રાજનીતિનું ઉલ્લૂ સીધું કરો

પીએમ મોદીએ કહ્યું કે વોટ બેંકની રાજનીતિ પરનારા અને ખુદને ભારતના ભાગ્ય વિધાતા માનનારાઓને આજે જ્યારે દેશની જનતા દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે તો તેમણે પોતાનું જૂનું હથિયાર કાઢી લીધું છે- ભાગલા પાડો, ભેદ કરો અને રાજનીતિનું ઉલ્લૂ સીધું કરો.

મોદી બીજીવાર કેવી રીતે આવી ગયો

મોદી બીજીવાર કેવી રીતે આવી ગયો

પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ આ વાતને પચાવી નથી શકતું કે નરેન્દ્ર મોદી બીજીવાર કેવી રીતે જીતીને આવી ગયા. સોશિયલ મીડિયા પર આગ લગાવવાની કોશિશ કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું કે ભ્રમ ફેલાવનાર લોકો CAA પર જૂઠ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો કઈ રીતે પોતાના સ્વાર્થ માટે પોતાની રાજનીતિ માટે કઈ હદ સુધી જઈ રહ્યા છે, તે તમે પાછલા અઠવાડિયે જોઈ લીધું છે.

ડર અને અરાજકતાનો માહોલ

ડર અને અરાજકતાનો માહોલ

પીએમ મોદીએ કહ્યું કે પાછલા પાંચ વર્ષમાં અમારી સરકારે દોઢ કરોડથી વધુ ગરીબોના ઘર બનાવી દીધાં છે, અમે કોઈને નથી પૂછ્યું કે તમારો ધર્મ શું છે? તો પછી કેટલાક લોકો જૂઠ પર જૂઠ કેમ બોલી રહ્યા છે, દેશને ગેરમાર્ગે કેમ દોરી રહ્યા છે? આયુષ્માન યોજનામાં 70 લાખ લોકોનો ઈલાજ કરવામાં આવ્યો, શું કોઈનો ધર્મ પૂછવામાં આવ્યો છે? તો પછી ધર્મના આધારે વહેંચવાની વાત ક્યાંથી આવી ગઈ?

કોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદીકોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદી

English summary
pm modi's rally at ramlila maidan, here 8 important thing modi spoke.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X