
પીએમ મોદીની કારની કિંમતોથી જોડાયેલ રિપોર્ટ સચ્ચાઇથી પરે: સુત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સુરક્ષા અને આરામની દૃષ્ટિએ એકદમ આધુનિક છે. મર્સિડીઝ-મેબેક એસ-650ને વડાપ્રધાનોના કાફલામાં ઉમેરવામાં આવી છે. આ દુનિયાની સૌથી મોંઘી કારોમાંની એક છે અને મીડિયા રિપોર્ટ્સમાં તેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. સરકારી સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે કારની કિંમત મીડિયામાં વધુ બતાવવામાં આવી રહી છે.
કારની કિંમત ઘણી ઓછી છે
પીએમ મોદીની નવી મર્સિડીઝ-મેબેક એસ-650 કારને લઈને મીડિયામાં ઘણી વાતો ચાલી રહી છે. જેમાં કારની કિંમત 12 કરોડની આસપાસ જણાવવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, મીડિયામાં કારની કિંમતો ઘણી વધારે કહેવામાં આવી રહી છે. વાસ્તવમાં, તે મીડિયામાં જણાવવામાં આવતી કિંમતોના ત્રીજા ભાગ કરતાં પણ ઓછી છે.
સુરક્ષા માટે કાર બદલવામાં આવી
સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે સુરક્ષા વાહનની ખરીદી સંબંધિત નિર્ણયો સંરક્ષિત વ્યક્તિને જોખમની ધારણા પર આધારિત છે. આ નિર્ણયો SPG દ્વારા સુરક્ષિત વ્યક્તિનો અભિપ્રાય લીધા વિના સ્વતંત્ર રીતે લેવામાં આવે છે. સંરક્ષિત વ્યક્તિની કારની સુરક્ષા વિશેષતાઓ પર વ્યાપક ચર્ચા પણ રાષ્ટ્રીય હિતમાં નથી.
પુતિનની મુલાકાત દરમિયાન જોવા મળેલી આ કારમાં
આ મહિનાના ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન મોદી જ્યારે તેમને મળવા પહોંચ્યા તો તેઓ નવી કારમાં પહોંચ્યા. પુતિનની મુલાકાત દરમિયાન પીએમ મોદીના કાફલામાં જૂની કારને બદલે આ નવી મર્સિડીઝ કાર જોવા મળી હતી. આ કાર રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરનું અપગ્રેડ વર્ઝન છે. ગયા વર્ષે S-600 ગાર્ડ ભારતમાં રૂ. 10.5 કરોડમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે તેને વધુ અપડેટ કરતાં તેનું નવું વર્ઝન S650 લોન્ચ કરવામાં આવ્યું છે.