અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો ઉંડો શોક, દીકરા સાથે કરી ફોન પર વાત
નવી દિલ્લીઃ કોગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારની ખૂબ જ નજીક ગણાતા વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના દીકરા ફેઝલ પટેલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા અહેમદ પટેલ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા. અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ઉંડો શોક પ્રગટ કર્યો છે અને તેમના દીકરા ફેઝલ સાથે ફોન પર પણ વાત કરી છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે, 'અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજની સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ કરવામાં આવશે, તેમના દીકરી ફેઝલ સાથે વાત કરી છે અને સંવેદના વ્યક્ત કરી, અહેમદ ભાઈની આત્માની શાંતિ મળે.'
તમને જણાવી દઈએ કે અહેમદ પટેલ એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયા હતા ત્યારે તેમણે ખુદ ટ્વિટ કીને પોતાના પૉઝિટીવ હોવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યુ હતુ કે, 'હું કોરોના પૉઝિટીવ થયો છુ, હું નિવેદન કરુ છુ કે જો મારી નજીક સંપર્કમાં આવ્યા છે તે ખુદને આઈસોલેટ કરી લે.' પરંતુ 15 નવેમ્બરે તેમની સ્થિતિ ઘણી બગડી ગઈ. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્ટિપલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
સતત ચૂંટણી હારીને કોંગ્રેસ પાર્ટી ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીની અંદર નેતૃત્વ માટે ઘમાસાણ મચેલુ છે. એવામાં અહેમદ પટેલ જેવા દિગ્ગજ નેતાનુ આ રીતે જતુ રહેવુ પાર્ટી માટે કુઠારાઘાતથી કમ નથી. ઉલ્લેખનીય છે કે ગાંધી પરિારની ખૂબ નજીક ગણાતા 71 વર્ષીય અહેમદ પટેલ 3 વાર લોકસભા અને 5 વાર રાજ્ય સભા સાંસદ રહ્યા હતા. તેમણે પોતાની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરે ભરૂચથી જીતી હતી. સોનિયા ગાંધીના વિશેષ સલાહકાર અહેમદ પટેલને પાર્ટીના સંકટમોચક કહેવામાં આવતા હતા. તેમણે 2018માં કોંગ્રેસ પાર્ટીના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલનુ આજે સવારે કોરોનાથી નિધન