For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાતે 9 વાગે દીવો કરવાનુ યાદ કરાવી PM મોદીએ ટ્વિટર પર કહી આ વાત

પીએમ મોદીએ આજે એક ટ્વિટ પણ કર્યુ છે. તેમણે ટ્વિટમાં લખ્યુ, #9pm9minute આના દ્વારા પીએમ મોદીએ જનતાને પોતાની અપીલ યાદ કરાવી.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશભરમાં લૉકડાઉન ચાલુ છે. આ દરમિયાન જનતા કર્ફ્યુ બાદ એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને તેમની 9 મિનિટ માંગી છે. પીએમ મોદીએ પોતાના વીડિયો મેસેજ દ્વારા દેશવાસીઓને રવિવાર એટલે કે આજે રાતે 9 વાગે પોતાના ઘરની લાઈટો બંધ કરીને ઘરના દરવાજા, બાલકની, છતો, બારીઓ પર આવીને 9 મિનિટ માટે દીવો, મિણબત્તી, ટૉર્ચ કે મોબાઈલ ફ્લેશ કરવાની અપીલ કરી છે.

પીએમે યાદ કરાવીને લખી આ વાત

પીએમે યાદ કરાવીને લખી આ વાત

પીએમ મોદીની આ અપીલ પર આખો દેશ આજે રાતે 9 વાગે નવ મિનિટ માટે લાઈટ બંધ કરીને દીવો, મિણબત્તી કે ટૉર્ચ કરશે. આ યાદ કરાવીને પીએમ મોદીએ આજે એક ટ્વિટ પણ કર્યુ છે. તેમણે ટ્વિટમાં લખ્યુ, #9pm9minute આના દ્વારા પીએમ મોદીએ જનતાને પોતાની અપીલ યાદ કરાવી.

કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગયા શુક્રવારે વીડિયો સંદેશમાં દેશને કહ્યુ કે આ રવિવારે 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાના સંકટના અંધકારને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે.

આવો, આપણે મળીને કોરોના મહામારીને હરાવીએ

આવો, આપણે મળીને કોરોના મહામારીને હરાવીએ

વીડિયો દ્વારા આપેલા સંદેશમાં પીએમે કહ્યુ હતુ કે કોરોના વાયરસે આપણી આસ્થા, વિશ્વાસ, વિચારધારા પર હુમલો કર્યો છે. આપણે તેનાથી બચવા માટે સૌથી પહેલા કોરોનાને હરાવવાનો છે. વર્તમાન સમયમાં જરૂરી છે કે બધા મત, પંથ અને વિચારધારાના લોકો એકજૂટ થઈને કોરોના મહામારીને હરાવીએ. આપણે અહીં માનવામાં આવે છે કે જનતા જનાર્દન, ઈશ્વરનુ જ રૂપ હોય છે. એટલા માટે જ્યારે આપણો દેશ આટલી લડાઈ લડી રહ્યો હોય તો આ લડાઈમાં વારંવાર જનતા રૂપી મહાશક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવુ જોઈએ.

9 મિનિટ મા ભારતીનુ સ્મરણ કરવાનુ છે

9 મિનિટ મા ભારતીનુ સ્મરણ કરવાનુ છે

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ એ પણ અપીલ કરી છે કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ પૂરુ ધ્યાન રાખવાનુ છે અને ક્યાંય પણ ભેગા થવાનુ નથી. આ દરમિયાન 9 મિનિટ મા ભારતીનુ સ્મરણ કરવાનુ છે. પીએમ મોદીએ કહ્યુ, તમે જે રીતે22 માર્ચે કોરોના સામે લડાઈ લડવા દરેકનો આભાર માન્યો હતો તે પણ આજે બધા દેશોમાં ઉદાહરણરૂપ બની ગયો છે.

આ પણ વાંચોઃ દેશમાં દર્દીઓની સંખ્યા 3 હજારને પાર, અત્યાર સુધી 77ના મોત, જુઓ લિસ્ટઆ પણ વાંચોઃ દેશમાં દર્દીઓની સંખ્યા 3 હજારને પાર, અત્યાર સુધી 77ના મોત, જુઓ લિસ્ટ

English summary
PM Modi said this on Twitter to remind that the countrymen will turn off the lights for 9 minutes tonight,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X