For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ વિરાટની ફિટનેસ ચેલેન્જ પૂરી કરી, શેર કર્યો વીડિયો

રમતગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલ ફિટનેસ ચેલેન્જને સ્વીકારતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દેશના પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીને આ ચેલેન્જ આપી હતી.

|
Google Oneindia Gujarati News

રમતગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલ ફિટનેસ ચેલેન્જને સ્વીકારતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દેશના પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીને આ ચેલેન્જ આપી હતી. જેને પીએમ મોદીએ સ્વીકારીને વચન આપ્યુ હતુ કે તે પોતાની ફિટનેસ વીડિયો જલ્દી જારી કરશે અને આજે તેમણે પોતાનો વીડિયો રિલીઝ કરી દીધો છે.

પ્રધાનમંત્રીએ પોતાનો ફિટનેસ વીડિયો રિલીઝ કર્યો

બુધવારે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો જારી કરતા લખ્યુ કે હું પોતાની મોર્નિંગ એક્સરસાઈઝનો વીડિયો જારી કરી રહ્યો છુ, યોગથી અલગ હું ટ્રેક પર ચાલુ છુ જેમાં પંચતત્વ (પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ) છે, તે તરોતાજા કરી દે છે અને હું શ્વાસનો પણ અભ્યાસ કરુ છુ.

પીએમ મોદીએ ફિટનેસ ચેલેન્જ કુમારસ્વામીને આપી

પીએમ મોદીએ ફિટનેસ ચેલેન્જ કુમારસ્વામીને આપી

વીડિયોમાં પ્રધાનમંત્રી પાર્કમાં વિવિધ પ્રકારના અભ્યાસ કરી રહ્યા છે. તેમના વીડિયોમાં તેમની ઉર્જા અનુભવી શકાય છે અને આ જ ઉર્જા તેમના કામોમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ફિટનેસ ચેલેન્જ કુમારસ્વામી ઉપરાંચ ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાને પણ આપી છે.

આઈપીએસ ઓફિસરોને પણ ચેલેન્જ

આઈપીએસ ઓફિસરોને પણ ચેલેન્જ

આ ઉપરાંત પીએમ મોદીએ દેશભરના તે બધા આઈપીએસ ઓફિસરોને પણ ફિટનેસ ચેલેન્જ આપી છે જેમની ઉંમર 40 વર્ષથી વધુ છે.

ફિટનેસ વીડિયો

ફિટનેસ વીડિયો

ઉલ્લેખનીય છે કે યુવા અને રમતગમત મંત્રી તેમજ ઓલિમ્પિક વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર ફિટનેસ ચેલેન્જ આપી હતી. તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બ્રેક લીધી વિના પુશ અપ કરી રહ્યા હતા. આ સાથે જ તેમણે બધાને પોતાનો ફિટનેસ મંત્ર બતાવતા વીડિઓ શેર કરવાની અપીલ કરી હતી. રાઠોડની ફિટનેસ ચેલેન્જ માત્ર સેલિબ્રિટી જ સ્વીકારી રહ્યા પરંતુ સામાન્ય જનતા પણ પોતાના વીડિયો હવે ટ્વિટર પણ શેર કરી રહ્યા છે.

English summary
PM Narendra Modi today tweeted a video of his morning exercises and passed on the challenge to Karnataka Chief Minister HD Kumaraswamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X