For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના 5 દિવસના વિદેશ પ્રવાસની 10 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

શનિવારે, સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની વિદેશ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું. આ વિદેશ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસમાં પાંચ દેશોની મુલાકાત લેશે. નોંધનીય છે કે આ પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલો પડાવ અફધાનિસ્તાન છે અને જે બાદ કતાર, સ્વિટર્ઝલેન્ડ, અમેરિકા અને મેક્સિકોની મુલાકાત લેશે. નોંધનીય છે કે 5 જ દિવસમાં પાંચ દેશોની યાત્રા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવો રેકોર્ડ બનાવશે.

જો કે આ પ્રવાસ દ્વારા નરેન્દ્ર મોદી તેમના કાર્યકાય દરમિયાન ચોથી વખત અમેરિકાની યાત્રા પર જઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પાંચ દિવસની યાત્રામાં તેમનો કાર્યક્રમ શું રહેશે અને તે આ દરમિયાન કેવા મહત્વપૂર્ણ કામો હાથ ધરશે તે વિષે વિગતવાર માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અફધાનિસ્તાન

અફધાનિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા અફધાનિસ્તાન જશે. જ્યાં તે અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીની સાથે મળીને "ફ્રેન્ડશિપ ડેમ"નું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે આ ભારતની મદદથી જ બન્યો છે.

હરી નદી

હરી નદી

આ પુલ વર્ષ 1976માં સૌથી પહેલી વાર હરી નદી પર બન્યો હતો. ત્યારે તેનું નામ સલમા ડૈમ હતું. પણ અફધાનિસ્તાનમાં થયેલા યુદ્ધના હાલાતના કારણે તેને ખૂબ જ નુક્શાન થયું હતું.

25 ડિસેમ્બર પહેલી યાત્રા

25 ડિસેમ્બર પહેલી યાત્રા

નોંધનીય છે કે 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પહેલી અફધાનિસ્તાન યાત્રા પર ગયા હતા. ત્યાં તેમણે સંસદ ભવનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું. જેને પણ ભારતની મદદથી બનાવવામાં આવ્યું હતું.

કતાર

કતાર

અહીંથી શનિવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર જવા રવાના થશે. પીએમ અહીં રવિવારે બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. સાથે જ તે કતારના અમીરને પણ મળશે

કતાર

કતાર

નોંધનીય છે કે કતારથી વર્ષ 2015માં લગભગ 6,300 પ્રવાસીઓ ભારત આવ્યા હતા. અને કતાર મેડિકલ ટુરિઝમની દ્રષ્ટ્રિએ પણ ભારત માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્વિટર્ઝલેન્ડ

સ્વિટર્ઝલેન્ડ

રવિવાર સાંજે મોદી એક દિવસના સ્વિટર્ઝલેન્ડ પ્રવાસ માટે રવાના થશે. વિદેશ મંત્રાલયની તરફથી અપાયેલી માહિતી મુજબ પીએમ સ્વિસ પ્રેસિડન્ટ જોહાનન સ્નાઇડર ઉમ્માનનથી મુલાકાત કરશે. અને બન્ને વચ્ચે દ્રિપક્ષીય વાર્તાલાપ થશે. કાળા નાણાં જેવા અનેક મહત્વના મુદ્દા પર આ વાર્તાલાપમાં ચર્ચા થઇ શકે છે.

અમેરિકા

અમેરિકા

સોમવારે મોદી અમેરિકાની રાજધાની વોશિગ્ટન જવા નીકળશે. અહીં તે બરાક ઓબામાથી મળશે. મંગળવારે તેમની વચ્ચે પણ દ્રિપક્ષીય વાર્તાલાપ થશે. અને મોદી અને ઓબામાં સાથે લંચ પણ લેશે.

સાતમી વાર મુલાકાત

સાતમી વાર મુલાકાત

નોંધનીય છે કે મે 2014થી મોદીએ જ્યારે પીએમની ખુરશી સંભાળી છે ત્યારથી આ બન્ને નેતાઓ સાતમી વાર મળી રહ્યા છે. સાથે જ ઓબામાનો કાર્યકાય જાન્યુઆરી 2017માં પૂર્ણ થઇ રહ્યો છે.

જોઇન્ટ સેશનને સંબોધિત કરશે મોદી

જોઇન્ટ સેશનને સંબોધિત કરશે મોદી

આઠ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના એક જોઇન્ટ સેશનને સંબોધિત કરશે. જે કોઇ પણ ભારતીય નેતા માટે ખૂબ જ સન્માનની વાત રહેશે. સાથે જ મોદી અહીં વસતા ભારતીયો સાથે પણ મુલાકાત કરશે.

મેક્સિકો

મેક્સિકો

જે બાદ મોદી મેક્સિકો જવા રવાના થશે. અહીં તે મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરિકે પેના નિયેતોને મળશે. જે બાદ નવ જૂને મોદી તેમની પાંચ દિવસની પાંચ દેશોની યાત્રા પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરશે.

English summary
PM Narendra Modi to start his 5 nation visit today and his first stop will be Afghanistan. His trip also include his fourth visit to US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X