For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે ફરી શરમમાં ના મૂકાવું પડે એટલે જોરદાર બોલ્યા મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ધર્મ પ્રત્યે ફેલાઇ રહેલી હિંસા અને નફરત પર જોરદાર પ્રહારો કર્યા. જ્યારે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સમુદાયોને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારતમાં તમામ ધર્મોના લોકો સુરક્ષિત છે અને ભારત સરકાર તેમની આસ્થાને સુરક્ષિત કરવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરશે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનું આ પહેલું એવું નિવેદન છે જેમાં તેમણે દેશભરમાં ધર્મના નામ પર ફેલાઇ રહેલી નફરત અને હિંસા પર તીક્ષ્ણ પ્રહાર કર્યો હોય. વડાપ્રધાને જે પ્રકારે ધર્મના નામ પર નફરત ફેલાવનારાઓ પર જોરદાર હુમલો કર્યો છે, તેનાથી એ સ્પષ્ટ કર્યું છે કે તેનાથી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી શરમમાં ના મૂકાવું પડે.

modi
વડાપ્રધાનનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ અમેરિકાના વડાપ્રધાન બરાક ઓબામાએ જણાવ્યું હતું કે ભારતમાં ધર્મનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોમાં ધર્મને લઇને સહનશક્તિ પણ ઓછી થઇ ગઇ છે. જ્યારે ઓબામાએ એવું કહ્યું હતું કે જો મહાત્મા ગાંધી જો જીવીત હોત તો આ બધું જોઇને આશ્ચર્યચકિત થઇ જતા.

obama
વડાપ્રધાને ઇસાઇ ધર્મના એક કાર્યક્રમ દરમિયાન બોલતા જણાવ્યું કે સરકાર સૌની આસ્થાની પૂર્ણ સ્વતંત્રતા હોય. દરેકની પાસે કોઇપણ પ્રકારની જબરદસ્તી અથવા અનુચિત પ્રભાવ વગર કોઇપણ ધર્મને અપનાવવા અથવા પાલન કરવાનો અધિકાર હોય.

વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે સરકાર કોઇપણ ધાર્મિક સમૂહને પછી ભલે તે બહુમતી હોય કે લઘુમતી હોય, તે અનુમતિ નહીં આપે કે તે ખુલીને કે છૂપાઇને અન્ય ધર્મ પ્રત્યે ઘૃણા ફેલાવે. વડાપ્રધાને જણાવ્યું કે ધર્મના નામ પર હિંસા સાખી લેવામાં નહીં આવે અને ધાર્મિક હિંસા કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ધર્મના લોકોને શાંતિ અને સદભાવની અપીલ કરી. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં ચર્ચા પર હુમલાના મામલા સામે આવ્યા છે. તેને લઇને તમામ ધાર્મિક સંગઠનો અને વિપક્ષી દળ સરકાર પર હુમલો કરી રહ્યા છે. હાલમાં જ એક ઇસાઇ સ્કૂલમાં ચોરી કરવામાં આવી જેની પર વડાપ્રધાને પોલીસ કમિશ્નર પાસે પણ જવાબ માંગ્યો હતો.

English summary
Prime Minister Narendra Modi take a jibe on fringe groups for spreading hatred and violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X