For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 નવેમ્બરે કેમ મનાવીએ છીએ સંવિધાન દિવસ? જાણો

26 નવેમ્બરે કેમ મનાવીએ છીએ સંવિધાન દિવસ? જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 26 નવેમ્બરે ભારતમાં સંવિધાન દિવસ મનાવાવમાં આવે છે, જેની શરૂઆત 2015થી થઈ છે, કેમ કે આ વર્ષે સંવિધાનના નિર્માત ડૉ. ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. જણાવી દઈએ કે 26 નવેમ્બરે 1949ના રોજ ભારતીય સંવિધઆનસભા દ્વારા આ સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલિની સાથે લાગુ કરવામાં આવ્યું હતું, 26 નવેમ્બરના દિવસને સંવિધાનના મહત્વ અંગે પ્રસાર કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

વિશ્વમાં ભારતનું સંવિધાન જ સૌથી મોટું

વિશ્વમાં ભારતનું સંવિધાન જ સૌથી મોટું

વિશ્વમાં ભારતનું સંવિધાન સૌથી મોટું છે, જેમાં 448 અનુશ્ચેદ, 12 અનુસૂચિ અને 94 સંસોધનો સામેલ છે. 29 ઓગસ્ટ 1947ના રોજ ભારતના સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરતી સમિતિની સ્થાપના થઈ જેમાં અધ્યક્ષના રૂપે ડૉ. ભીમરાવ આંબેડકરની નિયુક્તિ કરવામાં આવી.

હસ્તલેખિત છે સંવિધાન

હસ્તલેખિત છે સંવિધાન

સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરનાર સમિતિએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં કોઈપણ પ્રકારના ટાઈપિંગ કે પ્રિન્ટનો ઉપયોગ કરાયો નહોતો. જે દિવસે સંવિધાન તૈયાર કરવામાં આવી રહ્યું હતું, તે દિવસે વરસાદ થઈ રહ્યો હતો જેને ભારતયી સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે.

સંવિધાન તૈયાર કરવામાં લાગ્યઓ આટલો સમય

સંવિધાન તૈયાર કરવામાં લાગ્યઓ આટલો સમય

સંવિધાનસભામાં સંવિધાન પ્રસ્તુત કર્યા બાદ તેને તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો. સંવિધાન સભાના 284 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને 2 દિવસ બાદ જ પ્રાભાવમાં લાવ્યા હતા.

શું છે આ દિવસનો ઉદ્દેશ્ય

શું છે આ દિવસનો ઉદ્દેશ્ય

સંવિધાન દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય નાગરિકોને સંવિધાન પ્રત્યે સચેત કરવાનો, સમાજમાં સંવિધાનના મહત્વનો પ્રસાર કરવો અને ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાન તથા એમના આદર્શો-વિચારોને યાદ કરવાનો છે.

સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સુરક્ષિત છે સંવિધાન

સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સુરક્ષિત છે સંવિધાન

ભારતીય સંવિધાનની ઓરિજનલ કોપી સંસદ ભવનની લાઈબ્રેરીના એક ખૂણામાં બનેલ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે, જેને વાંચવાની મંજૂરી કોઈને પણ નથી, સંવિધાનની આ પ્રત ક્યારેય ખરાબ ન થાય તે માટે તેને હીલિયમ ભરેલ સૂટકેસમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીં26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીં

English summary
PM Modi talked about the Constitution Day which is celebrated on November 26. He said that India’s constitution was adopted on 26th November, 1949 and added that a significant time was spent on its formulation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X