પીએમ મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ જો બીડેન સાથે કરી વાત, ઘણા મુદ્દાઓ પર થઇ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બીડેન સાથે વાત કરી હતી. જો બીડેનના અમેરિકન રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી તેમની અને નરેન્દ્ર મોદી વચ્ચેની આ પહેલી વાતચીત છે. નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ટ્વિટ કરીને લખ્યું, બિડેન સાથે વાતચીત કરી અને તેમની સફળતા માટે તેમને શુભેચ્છા પાઠવી. અમે પ્રાદેશિક મુદ્દાઓની ચર્ચા કરી અને પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા કરી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ બીડેન સાથે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં અને તેનાથી આગળની શાંતિ, સલામતી માટે તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે પણ વાટાઘાટો કરવામાં આવી છે. તે જ સમયે, બંને નેતાઓએ જળ વાયુ પરિવર્તન પર સહયોગ વધારવા માટે પણ સહમત થયા છે.
ગયા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બીડેનનો વિજય થયો હતો. જે બાદ તેમણે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. બિડેનના શપથ ગ્રહણ બાદ, પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેમની સરકાર બાયડેન સાથે ભારત-અમેરિકા સંબંધોને નવી ઉંચાઇ પર લઈ જશે, પરંતુ બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. 20 જાન્યુઆરીથી નરેન્દ્ર મોદી અને બિડેન વચ્ચે આ પહેલી વાતચીત છે.
Budget session 2021: આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલશે રાહુલ ગાંધી