સંસદ સત્ર પહેલા પીએમ મોદીઃ આશા છે સંસદમાં વાદ-વિવાદ અને સંવાદ થશે
સોમવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર ખૂબ જ ખાસ છે કારણકે તે રાજ્યસભાનુ 250મુ સત્ર છે. શિયાળુ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાત કરી અને કહ્યુ કે આજથી શરૂ થઈ રહેલ સત્ર વાદ-વિવાદ અને સંવાદનુ સત્ર હશે. તેમણે કહ્યુ કે 2019નુ આ અંતિમ સંસદ સત્ર ખાસ છે કારણકે તે રાજ્યસભાનું 250મુ સત્ર છે. તેમણે કહ્યુ કે આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો બંધારણ દિવસ છે, આપણા બંધારણને 70 વર્ષ થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેમની સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે સંસદમાં બધા પક્ષના નેતાઓને મોકો મળ્યો છે. તેમણે કહ્યુ કે તેમને આશા છે કે જે રીતે બધા પક્ષોના સહયોગથી ગઈ વખતે સંસદ ચાલ્યુ હતુ તેમ જ આ વખતે થશે અને સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલતી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સરકાર બધા મુદ્દાઓ પર ચર્ચા ઈચ્છે છે અને બધા પક્ષો સાથે વાદ વિવાદ ઈચ્છે છે. તેમણ બધા પક્ષોના સાંસદોને શુભકામનાઓ આપી અને આશા વ્યક્ત કરી કે શિયાળુ સત્ર વિના વિઘ્ને ચાલી શકે.
તમને જણાવી દઈએ કે શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં 20 બેઠકો થશે. વળી, સંસદમાં 43 પેંડિંગ બિલમાંથી 12 બિલ સંસદમાં મૂકવામાં આવશે. વળી, આશા કરવામાં આવી રહી છે કે આ સત્રમાં સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવનાર બિલ પણ લાવવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ દેશના 47માં CJI તરીકે શપથ લીધા
Prime Minister Narendra Modi: This is the last Parliament session of 2019. It is very important because this the 250th Parliament session of the Rajya Sabha. During this session, on 26th, we will observe the Constitution Day - when our Constitution completes its 70 years. pic.twitter.com/NNtk4jl3sE
— ANI (@ANI) 18 November 2019