PM મોદી આજે રાષ્ટ્રીય યુવા સંસદને કરશે સંબોધિત
PM Modi to address 2nd National Youth Parliament Festival today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સીંગના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભને સંબોધિત કરશે. આ સમાપન સમારંભમાં મહોત્સવના ત્રણ રાષ્ટ્રીય વિજેતા ઉપરાંત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને રમતગમત મંત્રી કિરણ રિજિજુ પણ હાજર રહેશે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલટ(પીએમઓ) તરફથી મીડિયાને આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે 15-16 જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન આયોજિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આ સંમેલનમાં યુવાનોને આગળ આવીને ભાગ લેવાની અપીલ કરી છે. આ કાર્યક્રમ કોરોના મહામારીના કારણે વર્ચ્યુઅલ જ આયોજિત થશે. જેના કારણે યુવાનો ઘરે બેસીને સરળતાથી આમાં ભાગ લઈ શકે છે.
યુવાનોને પીએમ મોદીએ કરી આ અપીલ
પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યુ હતુ કે ઘણાબધા કાર્યક્રમ હવે વર્ચ્યુઅલ આયોજિત થાય છે જેનાથી યુવાનો ઘરેલુ અને વૈશ્વિક મંચો પર પોતાના રસ મુજબ ભાગ લઈ શકે છે. આવો જ એક મોકો 15-16 જાન્યુઆરીએ આવી રહ્યો છે જ્યાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન આયોજિત થશે. હું યુવાનોને આગ્રહ કરુ છુ કે તે વધુને વધુ સંખ્યામાં આ કાર્યક્રમનો ભાગ બને. સ્ટાર્ટઅપ લીડર ઉપરાંત ઉદ્યોગ, શિક્ષણ, રોકાણ, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના લોકો પણ આ કાર્યક્રમમાં શામેલ થઈ શકે છે.
કોવિડ-19 રસીકરણના પહેલા તબક્કાનો ખર્ચ કેન્દ્ર વહન કરશે
વળી, પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોના સીએમ સાથે સમીક્ષા બેઠક બાદ સોમવારે કહ્યુ હતુ કે કોવિડ-19 રસીકરણના પહેલા તબક્કાનો ખર્ચ કેન્દ્ર વહન કરશે જે 16 જાન્યુઆરીથી શરૂ થશે. દેશના વૈજ્ઞાનિકો અને ચિકિત્સા વિશેષજ્ઞોએ આપણા નાગરિકોને પ્રભાવી રસી આપવા માટે બધી સાવધાનીઓ રાખી છે. કેન્દ્ર ત્રણ કરોડ કોરોના યોદ્ધાઓ અને ફ્રંટલાઈન કાર્યકર્તાઓના પહેલા તબક્કાના રસીકરણ માટે ખર્ચ વહન કરશે. તેમણે રાજ્ય અધિકારીઓને એ પણ નિર્દેશ આપ્યા કે તે રસીકરણ વિશે અફવા ન ફેલાવે.