પીએમ મોદી આજે MGR મેડિકલ યુનિવર્સિટીના 33માં દીક્ષાંત સમારંભરને કરશે સંબોધિત
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે (26 ફેબ્રુઆરી)એ તમિલનાડુના ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 33માં દીક્ષાંત સમારંભને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દીક્ષાંત સમારંભને સંબોધિત કરવાના છે. પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)ના નિવેદન મુજબ પીએમ મોદી આ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લેશે. આ દરમિયાન તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પણ ઉપસ્થિત રહેશે. દીક્ષાંત સમારંભમાંછાત્રોને ડિગ્રી અને ડિપ્લોમા ઉપાધિઓ આપવામાં આવશે. દીક્ષાંત સમારંભમાં કુલ 17591 ઉમેદવારોને ડિગ્રી અને ડિપ્લોમા સાથે સમ્માનિત કરવામાં આવશે.
એમજીઆર વિશ્વ વિદ્યાલય તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એ જી રામચંદ્રનના નામ પર રાખવામાં આવ્યુ છે. આ યુનિવર્સિટીમાં કુલ 686 સંબદ્ધ સંસ્થાઓ છે જેમાં ચિકિત્સા, દંત ચિકિત્સા, ફાર્મસી, નર્સિંગ, આયુષ, ફિઝિયોથેરેપી, વ્યાવસાયિક ચિકિત્સા અને સંબદ્ધ આરોગ્ય વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ થાય છે. એમજીઆર વિશ્વવિદ્યાલય તમિલનાડુમાં છે. જેમાં 41 મેડિકલ કૉલેજ, 19 ડેન્ટલ કૉલેજ, 48 આયુષ કૉલેજ, 199 નર્સિંગ કૉલેજ, 81 ફાર્મસી કૉલેજ અને બાકી સ્પેશિયાલિસ્ટ પોસ્ટ ડૉક્ટરોરલ મેડિકલ કે અલાઈડ હેલ્થ સંસ્થાઓ શામેલ છે.
આ પહેલા પીએમ મોદીએ આઈઆઈટી ખડગપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનુ ઉદઘાટન કર્યુ અને 66માં દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે વર્તમાન સ્થિતિ પર નજર રાખીને છાત્રોના ભવિષ્યનુ અનુમાન લગાવવુ જોઈએ. છાત્રોને હંમેશા એ જરૂરિયાતો પર કામ કરવુ જોઈએ જે 10 વર્ષ બાદ ઉત્પન્ન થઈ શકે છે. એક વિદ્યાર્થીને ભવિષ્ય માટે નવાચાર હોવુ જોઈએ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે એન્જિનિયરના છાત્રોમાં ક્ષમતા વિકસિત હોય છે અને તે ક્ષમતા છે વસ્તુઓને પેટર્નથી પેટન્ટ સુધી લઈ જવાની. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એક એન્જિનિયરમાં વિષયોને વધુ વિસ્તારથી જોવાની દ્રષ્ટિ હોય છે.
ભારત બંધ: દેશભરમાં આજે 8 કરોડ વેપારીઓ કરશે હડતાળ