આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી, આ મહત્વના મુદ્દા પર હશે ફોકસ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 75માં સત્રમાં સામાન્ય સભાને સંબોધિત કરશે. વર્તમાન કાર્યક્રમ મુજબ તેમને 26 સપ્ટેમ્બરે(શનિવારે) પહેલા વક્તા તરીકે રાખવામાં આવ્યા છે. બેઠક ન્યૂયોર્કના સમય મુજબ સવારે 9 વાગે એટલે કે ભારતીય સમયાનુસાર સાંજે લગભગ 6.30 વાગે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે તો તેમના ભાષણના કેન્દ્રમાં આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ પર જોર આપવાનુ રહેશે. સાથે જ સુરક્ષા પરિષદના સભ્ય તરીકે ભારતની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર રહેશે. આશા રાખવામાં આવી રહી છે કે સંયુક્ત રાષ્ટ્રના આ મંચ પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને જે રીતે કાશ્મીર અને ભારત સામે ઝેર ઓક્યુ છે, પીએમ મોદી ઈશારા-ઈશારામાં જોરદાર જવાબ આપી શકે છે.
તમને જણાવી દઈએ કે ઈમરાને યુએનમાં એક વાર ફરીથી કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેનો વિરોધ કરીને સભામાં હાજર ભારતના પ્રતિનિધિ મિજિતો વિનિતોએ ઈમરાનના ભાષણ દરમિયાન જ વૉકઆઉટ કર્યુ હતુ. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને જવાબ આપીને ખૂબ જ ખરી-ખોટી સંભળાવી. ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને મિજિતોએ પાકિસ્તાનને ચેતવણી આપી કે તે પીઓકેમાંથી ગેરકાયદે કબ્જો ખાલી કરે. તેણે કડક સ્વરમાં કહ્યુ કે જમ્મુ-કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને કાશ્મીર વિશે માત્ર પીઓકે પર ચર્ચા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનુ આયોજન ઑનલાઈન કરવામાં આવી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી સમિતિઓ દ્વારા સંસ્થાઓ અને વ્યક્તિઓને સૂચિબદ્ધ કરવા કે તેમને સૂચિમાંથી હટાવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા માટે જોર આપશે. તમને જણાવી દઈએ કે કોરોના સંકટના દોરમાં થઈ રહેલ સંયુક્ત રાષ્ટ્રના 75માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની થીમ છે 'ધ ફ્યુચર વી વૉન્ટ, ધ યુનાઈટેડ નેશન્સ વી નીડ, રિફ્રેમિંગ અવર કલેક્ટિવ કમિટમેન્ટ ટુ મલ્ટીલેટ્રિઝ્મ-કન્ફ્રંટિંગ ધ કોવિડ-19 થ્રૂ ઈફેક્ટિવ મલ્ટીલેટરલ એક્શન.
એસપી બાલાસુબ્રમણ્યમના રાજકીય સમ્માન સાથે આજે અંતિમ સંસ્કાર