For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે. આ દેશના વાર્ષિક સર્વેક્ષણનુ પાંચમુ સંસ્કરણ છે. આ આખો કાર્યક્રમ ઑનલાઈન હશે. જેમાં દેશના સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની લિસ્ટ જારી કરવામાં આવશે. આમાં કહેવામાં આવી રહ્યુ છે કે ઈંદોરથી 9 એકમોને આમંત્રિત થવા માટે આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. આ વખતે પણ સૌથી સ્વચ્છ શહેરમાં ઈંદોર પહેલા નંબરે છે.

pm modi

વળી, રાજ્યએ આશા વ્યક્ત કરી છે કે ભોપાલ શહેર બીજા નંબરે હશે. ઈંદોર જિલ્લા માટે ખાસ વાત એ છે કે દેસના કેન્ટોનમેન્ટ બોર્ડ એરિયામાંથી એકલા ઈંદોરનો મહૂ કેન્ટ એરિયા જ આ લિસ્ટમાં શામેલ થયો છે. આ સાથે જ જબલપુર, બુરહાનપુર, રતલામ, સીહોર, ભોપાલ, શાહગંજ, કાંટાફોડને પણ ઑનલાઈન કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પહેલા ગયા સોમવારે શહેરી વિકાસ મંત્રાલય તરફથી 12 શહેરો માટે વીડિયો કૉન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યુ છે કે ઈંદોરનો સૌથી પહેલો નંબર છે અને 20 ઓગસ્ટને સ્વચ્છતા સર્વેક્ષણના સ્વચ્છતા સર્વેક્ષણના પુરસ્કારોનુ એલાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

આ છે પીએમ મોદીનુ ઑનલાઈન કાર્યક્રમનુ આખુ શિડ્યુલ

  • 20 ઓગસ્ટની સવારે 11 વાગે પીએમ ઑનલાઈન કાર્યક્રમમાં શામેલ થશે.
  • 11.20 વાગે સ્વચ્છ સર્વેક્ષણ 2020ના ડેશ બોર્ડની લૉન્ચિંગ થશે.
  • 11.21થી અવૉર્ડની ઘોષણા થશે.
  • 11.33 વાગે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રીનુ ભાષણ થશે.
  • 11.38થી 12 વાગ્યા સુધુ પીએમનુ સંબોધન થશે.
  • બીજા સત્રમાં પણ અલગ અલગ કેટેગરીના અવૉર્ડની ઘોષણા થશે.
  • બપોરે 2.30 વાગે કાર્યક્રમ સમાપ્ત થશે.

મારી સાથે વિચિત્ર હરકતો કરતી હતી સુશાંતની બહેન પ્રિયંકા, એ રાતે નશામાં હતીઃ રિયા ચક્રવર્તીમારી સાથે વિચિત્ર હરકતો કરતી હતી સુશાંતની બહેન પ્રિયંકા, એ રાતે નશામાં હતીઃ રિયા ચક્રવર્તી

English summary
PM Modi to announce the results of Swachh Survekshan 2020 on 20th August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X