કેબિનેટની મહત્વની બેઠક આજે, NIAને વધુ શક્તિશાળી બનાવવાની કોશિશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક બાબતોની બેઠક થશે. આ બેઠક સંસદ ભવનની નવી બિલ્ડીંગમાં થશે જેની અધ્યક્ષતા પીએમ મોદી કરશે. બેઠકમાં NIAને વધુ મજબૂત કરતા સંધોશન બિલને મંજૂરી આપવામાં આવશે. સાથે જ સરકાર બીજા બે કાયદામાં પણ સુધારો કરવાની તૈયારી કરી રહી છે જેનાથી દેશ અને વિદેશમાં ભારતીય હિતો સામે આતંકી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે. માનવામાં આવી રહ્યુ છે કે આ તમામ સુધારા પર આજે કેબિનેટ પોતાની મ્હોર લગાવી શકે છે.
સૂત્રો અનુસાર કેન્દ્રીય કેબિનેટ એનઆઈએ એક્ટ અને ગેરકાયદેસર ગતિવિધિઓ અધિનિયમમાં સુધારા માટે બિલ રજૂ કરશે. ત્યારબાદ તે સંસદના આ સત્રમાં પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે. આ સુધારા બાદ એનઆઈએને સાઈબર ગુના અને માનવ તસ્કરી સાથે જોડાયેલી બાબતોની તપાસ કરવાનો અધિકાર મળી જશે. યુએપીએના અનુચ્છેદ 4માં સુધારો કરીને એનઆઈએને શંકાસ્પદ આતંકીઓ સામે સીધી કાર્યવાહી કરવાનો અધિકાર મળી જશે. વર્તમાન સમયમાં એનઆઈએ માત્ર આતંકી સંગઠનો સામે જ તપાસ કરવાનો અધિકાર ધરાવે છે. તમને જણાવી દઈએ કે મુંબઈ આતંકી હુમલામાં 166 લોકોના મોત બાદ એનઆઈએની 2009માં રચના કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકાર આજે પ્રોક્સી વોટિંગ માટે પણ સંસદમાં એક બિલ રજૂ કરવાનો વિચાર કરી રહી છે. આવુ જ બિલ ગઈ લોકસભાના કાર્યકાળમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ તે 16મી લોકસભાના ભંગ થવા સાથે જ ખતમ થઈ ચૂક્યુ છે માટે એક વાર ફરીથી આ બિલને રજૂ કરવામાં આવશે. આ બિલના પાસ થયા બાદ વિદેશમાં રહેતા ભારતીયો માટે પ્રોક્સી વોટર નિયુક્ત કરવામાં આવશે. વર્તમાન સમયમાં વિદેશમાં રહેતા લોકોને પોતાના સંસદીય વિસ્તારમાં જાતે આવીને મત કરવાનો હોય છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનઃ બાડમેરમાં રામકથા દરમિયાન ટેન્ટ પડતા વીજ કરન્ટથી 14ના મોત