PM મોદી આજે ગોરખપુરમાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનુ ઉદઘાટન કરશે
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરીની સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તર પ્રદેશના ગોરખપુરના ચૌરી ચૌરામાં ચૌરા કાંડના શતાબ્દી સમારંભનુ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે મંગળવારે એક ટ્વિટના માધ્યમથી આ માહિતી આપી. આ વખતે આઝાદીની લડાઈના સમયની ઐતિહાસિક ઘટના 'ચૌરી ચૌરા કાંડ' ને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમના આયોજન દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દી માટે સમર્પિત એક ટપાલ ટિકિટ પણ જાહેર કરશે. આ પ્રસંગો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.
ઉત્તર પ્રદેશ સરકારે આ ઘટનાના 100 વર્ષ પૂરા થવા પર રાજ્યના બધા જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમ 4 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈને આખુ વર્ષ એટલે કે 4 ફેબ્રુઆરી 2022 સુધી આયોજિત કરવામાં આવશે. સંસ્કૃતિ વિભાગ રાજ્યના બધા જિલ્લામાં 3થી 4 ફેબ્રુઆરી વચ્ચે સંગીત કાર્યક્રમની પણ વ્યવસ્થા કરી રહ્યુ છે. આ અંગે મુખ્ય સચિવ મુકેશ કુમાર મેશ્રામે શિક્ષણ વિભાગ સાથે બધા જિલ્લાધિકારીઓને આદેશ આપ્યા છે કે ચૌરા ચૌરા અને સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને નમન કરીને સેલ્યુટ મુદ્રામાં વંદેમાતરમના પહેલા છંદનુ ગાયન કરીને વીડિયો બનાવવાનો રહેશે.
આના માટે દરેક જિલ્લામાં ઈન્ટરનેટની સુવિધાયુક્ત શૈક્ષણિક સંસ્થા અને અન્ય ઉપયુક્ત સ્થળોની પસંદગી કરવાની રહેશે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર પર નોડલ અધિકારીનુ ઉપસ્થિત રહેવુ જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે 4 ફેબ્રુઆરી 1922ના રોજ ગોરખપુરમાં ચૌરી ચૌરા કાંડ થયો હતો. આ ઘટનાએ આઝાદીની લડાઈની દિશા જ બદલી દીધી હતી. મહાત્મા ગાંધીએ આનાથી દુઃખી થઈને આંદોલનને વચમાં જ રોકી દીધુ હતુ.
કોહલીએ ખેડૂતોને ગણાવ્યા દેશનો અભિન્ન હિસ્સો, વાંચો ટ્વિટ