For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઇવેનું કર્યું ઉદ્ઘાટન , ગડકરી પણ હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ સ્માર્ટ અને ગ્રીન હાઇવેનું ઉદ્ઘાટન કરશે. આ હાઇવે 135 કિલોમીટર લાંબો છે, જે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ હાઇવે તરીકે ઓળખાશે

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ સ્માર્ટ અને ગ્રીન હાઇવેનું ઉદ્ઘાટન કરશે. આ હાઇવે 135 કિલોમીટર લાંબો છે, જે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ હાઇવે તરીકે ઓળખાશે. બાગપતના ખેકડાંમાં વડાપ્રધાન મોદી દ્વારા આજે ઉદ્ઘાટન થશે. આ ધોરીમાર્ગનું ઉદ્ઘાટન કર્યા પછી, વડા પ્રધાન જનસભાને પણ સંબોધશે. કાર્યક્રમ અનુસાર હાઇવેનું ઉદ્ઘાટન વડાપ્રધાન 11:25 એ હરિયાના સેવલી ખાતે આવેલા ટોલ પ્લાઝા પર કરશે.

ટ્રાફિકથી મળશે છુટકારો

ટ્રાફિકથી મળશે છુટકારો

ઉદ્ઘાટન પછી વડાપ્રધાન મોદી આ એક્સપ્રેસ હાઇવેની તપાસ કરશે અને બાગપત જવા માટે રવાના થઇ જશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજ્યમંત્રી સત્ય પાલ સિંઘ સહીત કેટલાક નેતાઓ હાજર રહેશે. એક્સપ્રેસ હાઇવે બન્યા પછી દેશની રાજધાની દિલ્હીના ટ્રાફિક અને પ્રદૂષણથી છુટકારો મળશે.

27 મહિનામાં બનીને થયો તૈયાર

27 મહિનામાં બનીને થયો તૈયાર

આ એક્સપ્રેસ હાઈવેને 2015 માં શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદીએ આધરસ્તભં આપ્યો હતો . કુલ 27 મહિનાની અંદર, એક્સપ્રેસ હાઇવે 11 હજાર કરોડની કિંમત સાથે પૂર્ણ થયો છે. જેમાં ખેડૂતોને વળતર તરીકે 6000 કરોડ રૂપિયા આપ્યા છે. વધુ અગત્યનું એક્સપ્રેસ હાઇવે પર ટુ વ્હીલર વાહનો નહીં ચલાવી શકાય કારણકે એનએચએઆઇ દ્વારા મંજૂરી નથી આપી. આ ઉપરાંત ટ્રેક્ટરને પણ હાઇવે પરથી જવા માટે અટકાવવામાં આવ્યું છે.

શું છે વિશેષતા

શું છે વિશેષતા

આ એક્સપ્રેસ હાઇવે ના માર્ગમાં આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં 35 પ્રોજેક્ટ્સ છે, જેમાં મહાન દૃશ્યો જોઈ શકાય છે. ત્યાં રસ્તામાં કેન્ટીન ,રેસ્ટ રૂમ, પેટ્રોલ પંપ, વોશરૂમ વગેરેની પણ વ્યવસ્થા છે. આ એક્સપ્રેસ હાઇવેની શરૂઆત પછી પલવલ થી અલીગઢ સુધી ટ્રાફિકથી મુક્તિ, અને અંતર બે કલાકની જગ્યા એ માત્ર અડધો કલાક થઇ જશે. વાહનોની ઓછામાં ઓછી ઝડપ પ્રતિ કલાક 80 કિલોમીટર અને મહત્તમ 120 કિ.મી. પ્રતિ કલાક રાખવામાં આવી છે. રસ્તામાં 52 નાના-મોટા બ્રીજ, 7 ઇન્ટરચેન્જ રૂટ, 8 રેલવે બ્રીજ, 3 ફ્લાયઓવર્સ, 151 ફૂટ અન્ડરપાસ, 70 વાહન અંડરપાસ, 40 ધોધ છે.

English summary
PM Modi to inaugurate india's first green green expressway eastern peripheral expressway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X