For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલિયાવાલા બાગના નવા પરિસરનુ પીએમ મોદી આજે કરશે ઉદ્ઘાટન, જાણો પરિસરમાં શું હશે ખાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવાર(28 ઓગસ્ટ)ના રોજ પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ સ્મારકના પુનનિર્મિત પરિસરનુ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવાર(28 ઓગસ્ટ)ના રોજ પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ સ્મારકના પુનનિર્મિત પરિસરનુ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યલાય(પીએમઓ)એ એક નિવેદનમાં કહ્યુ છે કે પીએમ મોદી સાંજે 6.25 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જલિયાવાલા બાગના નવા પરિસરને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમઓએ કહ્યુ કે પીએમ મોદી જલિયાવાલા બાગના નવા પરિસરમાં બનેલા મ્યુઝિયમ ગેલેરીનુ પણ ઉદઘાટન કરશે.

jaliyawala bagh

પીએમઓએ કહ્યુ કે આ નરસંહારના 102 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આ વર્ષે 13 એપ્રિલના રોજ પુનર્નિમિત સ્મારકનુ ઉદ્ઘાટન કરવાનુ હતુ પરંતુ કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધોના કારણે તેને સ્થગિત કરવુ પડ્યુ હતુ. પીએમઓ જણાવ્યુ કે આ ખાસ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી, સંસ્કૃતિ રાજ્ય મંત્રી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, પંજાબના બધા લોકસભા અને રાજ્યસભા સાંસદો જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્ર્સટના સભ્ય સહિત અન્ય લોકો ઉપસ્થિત રહેશે.

જલિયાવાલા બાગ સ્મારકના નવા પરિસરમાં શું હશે ખાસ

  • જલિયાવાલા બાગ સ્મારકના નવા પરિસરમાં ચાર મ્યુઝિયમ ગેલેરી બનાવવામાં આવી છે. આ ચારે મ્યુઝિયમ ગેલેરીમાં આ સમય દરમિયાન પંજાબમાં થયેલી ઘટનાઓના ઐતિહાસિક મૂલ્યોને બતાવવામાં આવશે. જેમાં ઑડિયો-વિઝ્યુઅલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં પ્રોજેક્શન મેપિંગ અને 3ડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • 13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાવાલા બાગ કાંડને બતાવવા માટે એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જલિયાવાલા નરસંબારને યાદ કરીને આજે પણ લોકો કાંપી જાય છે જ્યારે બ્રિટિશ સેનાએ પ્રદર્શનકારીઓની એક મોટી અને શાંતિપૂર્ણ સભા પર ગોળીબાર કર્યો હતો જેમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થઈ ગયા હતા.
  • શહીદી કૂવાનુ ફરીથી સમારકામ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત તેને નવી રીતે ડિઝાઈન પણ કરવામાં આવ્યો છે. વળી, જ્વાલા સ્મારકનુ પણ સમારકામ કરવામાં આવ્યુ છે.
  • જલિયાવાલા પરિસરમાં સ્થિત તળાવને એક લિલી તાલાબ તરીકે ફરીથી વિકસિત કરવામાં આવ્યુ છે. વળી, રસ્તાઓને વધુ પહોળા બનાવવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત જલિયાવાલા બાગના નવા પરિસરમાં ઘણી નવી અને આધુનિક સુવિધાઓને પણ જોડવામાં આવી છે.

English summary
PM narendra modi unveil renovated Jallianwala Bagh memorial today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X