રાહુલ બોલતાં શીખ્યા એ મારા માટે ખુશીની વાત છેઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સાંસદ ક્ષેત્ર વારાણસીમાં જનસભાને સંબોધિત કરવા જઇ પહોંચ્યા છે. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોતાના સાંસદ ક્ષેત્રમાં આ નવમી યાત્રા છે, પરંતુ નોટબંધીના નિર્ણય બાદ આ પહેલી જ વાર તેઓ વારાણસી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી એક વાર ફરીથી નોટબંધીના નિર્ણય અંગે વિપક્ષ પર પ્રહાર કરવા તૈયાર છે. તેમણે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સણસણતો જવાબ પકડાવ્યો છે.
સવારે 11 કલાકે બીએચયૂ પહોંચ્યા
નરેન્દ્ર મોદી સવારે 11 કલાકે બીએચયૂ પહોંચ્યા, જ્યાં તેમણે સ્વતંત્રતા ભવનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો. બીએચયૂમાં મહેશ શર્મા, અનુપ્રિયા, મહેન્દ્ર પાંડે સહિત અનેક પ્રમુખ વ્યક્તિઓ હાજર રહ્યાં હતા. મહેશ શર્માએ બૂકે અને શોલ આફી બીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા ભવનમાં કેન્સ સેન્ટર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
નોટબંધી પર નિવેદન
નોટબંધી પર નિવેદન આપતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં મોટા પાયે સફાઇનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આપણો દેશ ગંદકીની દુર્ગંધમાં સપડાયેલો હતો. સફાઇ ચાલતી હોય ત્યારે થોડી તકલીફ પડે, પરંતુ સફાઇ કાર્ય પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ વધુ સારી જ થવાની છે. હું પણ દેશના સફાઇ અભિયાન પર છું. યોજના બનાવતી વખતે વિચાર્યું નહોતું કે, લોકો કઇ રીતે અને કોનો સાથ આપશે. અમુક લોકો અપ્રામાણિક લોકોને બચાવવાનો ઉપાયો શોધી રહ્યાં છે, તેમને બચાવવા માટે જુદી-જુદી ટેકનિક અપનાવવામાં આવી રહી છે.
જનતા અમારી સાથે છે
દુનિયાએ સમજવું જ રહ્યું કે દેશ પ્રમાણિકતાના રસ્તે ચાલવા ખાતર ગમે તે કષ્ટ વેઠવા તૈયાર છે, તકલીફ હોવા છતાં લોકો આ નિર્ણયની તરફેણમાં ઊભા છે. આવું આ પહેલાં દુનિયામાં ક્યારેય નથી બન્યું. જનતાનો આશિર્વાદ હોય તો કોઇ પ્રયત્ન નિષ્ફળ નહીં જાય. વિરોધ કરવામાં લોકો સંતુલન પણ ખોઇ બેસે છે, બોલવામાં ગડબડ કરે છે. જ્યારે ખિસ્સમાં નોટ ભર્યા વગર કામ થઇ શકતું હોય તો કેમ ન કરવું!

રાહુલ ગાંધી બોલ્યા એ મારા માટે ખુશીની વાત છે
નેરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2009માં તો ખબર જ નહોતી પડતી કે આ પેકેજમાં શું છે; હવે રાહુલ બોલવા લાગ્યા છે તો ખબર પડી જાય છે કે આ પેકેજમાં શું છે અને શું નથી. રાહુલ ગાંધી યુવાન નેતા છે, બોલતાં શીખી રહ્યાં છે. તે હજુ પણ ના બોલ્યા હોત તો ભૂકંપ આવી જાત અને દેશના લોકો 10 વર્ષ સુધી એ ઝાટકામાંથી બહાર ન આવી શક્યા હોત. રાહુલ ગાંધી બોલ્યા એ મારે માટે ખુશીની વાત છે. તેમણે ખૂબ મજેદાર વાત કહી, જે દેશમાં 60% લોકો અશિક્ષિત છે ત્યાં મોદી ઓનલાઇન બેંકિંગ કઇ રીતે શરૂ કરશે? 60% લોકો અશિક્ષિત, આ રિપોર્ટ કાર્ડ કોનો આપ્યો એમણે? કોંગ્રેસનો જ. આ લોકો જે બોલી રહ્યાં છે તેનો અર્થ તેમને જાતે ન નથી સમજાતો. કોઇનું કાળુ નાણું બહાર આવી રહ્યું છે, તો કોઇનું કાળુ મન. પરંતુ દેશ સોનાની જેમ તપીને, સાફ-સુફ થઇને બહાર આવશે, એનો મને પૂરો વિશ્વાસ છે.
ચિદંબરમ્ પણ નિશાના પર
બીજા મહાનુભવ ચિદંબરમનું કહેવું છે કે, દેશમાં 50% ગામોમાં વીજળી નથી તો કેશલેસ કામ કઇ રીતે થશે? વીજળી પહેલા હતી? હતી તો શું વીજળીના તાર મેં કાપી લીધા? 2014માં તો કહેતા હતા કે, અમે ખૂબ વિકાસ કર્યો છે!
મનમોહન સિંહ પર પણ કટાક્ષ
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કીધું કે, "મનમોહન સિંહ કંઇ કેટલાયે વર્ષોથી અર્થવયવસ્થાના સુધારાના કામમાં વ્યસ્ત છે, પરંતુ રિપોર્ટ કાર્ડ મારો આપી રહ્યાં છે. એમનું કહેવું છે કે દેશમાં 50% ગરીબ લોકો છે, આમ કહીને મનમોહન સિંહ પોતાનો જ રિપોર્ટ કાર્ડ આપી રહ્યાં છે. આ 50% ગરીબીનો વારસો કોનો છે? મને ખુશી છે તેઓ જાતે પોતાનો રિપોર્ટ કાર્ડ આપી રહ્યાં છે.
ગરીબો માટે સસ્તી દવા
ગરીબમાં ગરીબ માણસને સસ્તામાં સસ્તી દવા કઇ રીતે ઉપલબ્ધ કરાવવી આ દિશામાં અમે પ્રયત્નો કરી રહ્યાં છીએ. દવાઓ સસ્તી મળી, સારી મળે અને સાચા સમયે મળે એ માટે અમે કામ કરી રહ્યાં છીએ. પહેલાં વૈદ્ય નાડી પકડીને ઇલાજ કરતા હતા, આજે ડૉક્ટરો કરતાં ટેક્નોલોજીનું કામ વધી રહ્યું છે. મેડિકલ સાયન્સમાં ટેક્નોલોજીનો હસ્તક્ષેપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, જેને કારણે ઇલાજ વધુ સારી રીતે થઇ રહ્યો છે.
આજે પણ પ્રાસંગિક ચાણક્ય
આજે ચાણક્ય નાટક ભજવાવા જઇ રહ્યું છે, મને યાદ છે ત્યાં સુધી આ 1001મી વાર નાટક ભજવાઇ રહ્યું છે. પહેલી વાર જ્યારે આ નાટક ભજવાયું હતું ત્યારે હું હાજર હતો. ચાણક્ય આજે પણ અજરા અમર છે. સદીઓ પહેલાં થઇ ગયેલા આ મહાપુરૂષ કેટલું દૂરનું વિચારી શકતા હતા.
પીએમ એ ટ્વીટ કરીને આપી હતી જાણકારી
નરેન્દ્ર મોદીએ પોતાની વારાણસીની યાત્રા અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, આજે હું ઘણા કાર્યક્રમોમાં સહભાગી થઇશ અને સાથે જ લોકો સાથે મુલાકાત પણ કરીશ.