For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ સામે આજથી દેશભરમાં 'જન આંદોલન'ની શરૂઆત કરશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તહેવારોની સિઝન, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને ઠંડીને ધ્યાનમાં રાખીને આજથી કોરોના વાયરસ સામે દેશભરમાં જન આંદોલનની શરૂઆત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તહેવારોની સિઝન, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને ઠંડીને ધ્યાનમાં રાખીને આજથી કોરોના વાયરસ સામે દેશભરમાં જન આંદોલનની શરૂઆત કરશે. આ અભિયાન હેઠળ લોકોને વાયરસથી બચવા માટેના ઉપાય અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે જેમકે માસ્ક પહેરવુ, સામાજિક અંતરનુ પાલન કરવુ અને હાથોને સાફ રાખવા. સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક જાહેરાત જારી કરીને કહ્યુ છે કે પ્રધાનમંત્રી આ અભિયાનની શરૂઆત ટ્વિટ દ્વારા કરશે.

PM Modi

આ વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળની બેઠક બાદ કહ્યુ કે કોરોના સંક્રમણથી બચાવનુ એકમાત્ર હથિયાર માસ્ક પહેરવુ, સામાજિક અંતર જાળવવુ અને હાથ ધોવાનુ છે. આ સિદ્ધાંતોનુ પાલનકરીને સાર્વજનિક સ્થળોએ આ ઉપાયો વિશે જાગૃતિ વધારવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યુ કે કોરોનાના સમયમાં અત્યારે ડરવાની નહિ પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. આ સંદેશ જન જન સુધી પહોંચે તે માટે જનચેતના અભિયાન ચલાવવામાં આવશે. વેક્સીન અને દવા વિના હાથ સાફ રાખવા, સામાજિક અંતર જાળવવુ અને માસ્ક પહેરવુ જ આપણુ સુરક્ષા કવચ છે.

કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યુ કે આ અભિયાન હેઠળ બેનર અને પોસ્ટર લગાવવામાં આવશે. વળી, ઠંડી આવી રહી છે અને ઠંડીના દિવસોમાં સાવચેતી રાખવી જોઈએ અને આ વિશે જન આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે લોકો સાથે સંપર્કવાળા બધા સ્થળો પર બેનર, પોસ્ટર અને સ્ટીકર લગાવવામાં આવશે. પછી ભલે તે સ્થળ બસ સ્ટોપ હોય કે પછી એરપોર્ટ, ઑટો રિક્ષા હોય કે પછી મેટ્રો કે પેટ્રોલ પંપ. આ સાથે જ આંગણવાડી, સ્કૂલ અને કૉલેજ, પોલિસ સ્ટેશનમાં પણ આવા બેનર અને પોસ્ટર લગાવવામાં આવશે. લોકો જ્યાં પણ કામ કરે છે, એ બધી જગ્યાએ આ ચેતના અભિયાન ચલાવવામાં આવશે.

દિલ્લીઃ પોલિસની 4 ગુનેગારો સાથે અથડામણ, 70 જીવતા કારતૂસ જપ્તદિલ્લીઃ પોલિસની 4 ગુનેગારો સાથે અથડામણ, 70 જીવતા કારતૂસ જપ્ત

English summary
PM Modi to launch Jan Andolan against coronavirus ahead of festive season and winter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X