PM મોદી આજે કરશે 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(20 જૂન) ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરશે. આ અભિયાનને પીએમ મોદી બિહારના ખગડિયા જિલ્લામાં લૉન્ચ કરશે. આ પ્રસંગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી પણ હાજર રહેશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન દરમિયાન લૉકડાઉનમાં પોતાના રાજ્યો અને ગામ પાછા આવેલા લાખો પ્રવાસી મજૂરોને રોજગાર અને પુનર્વાસ માટે આખો મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ 50,000 કરોડ રૂપિયાના સાર્વજનકિ કામો કરાવવામાં આવશે.
પીએમઓના જણાવ્યા મુજબ 6 રાજ્યોના 116 જિલ્લાઓમાં 125 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં સરકારી તંત્ર પ્રવાસી મજૂરોની મદદ માટે મિશન મોડમાં કામ કરશે. પીએમઓના નિવેદન મુજબ પીએમ મોદી 20 જૂન એટલે કે આજે સવારે 11 વાગે બિહારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની હાજરીમાં વીડિયો કૉન્ફરન્સિંહ દ્વારા આ અભિયાનની શરૂઆત કરશે. અભિયાન બિહારના ખગડિયા જિલ્લાના તેલિહાર ગામ, બેલદોર બ્લૉકથી લૉન્ચ કરવામાં આવશે. આગળ પાંચ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રાલયોના કેન્દ્રીય મંત્રી પણ આ વર્ચ્યુએલ લૉન્ચમાં શામેલ થશે.
50 હજાર કરોડનુ ફંડ
પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ અભિયાન 12 વિવિધ મંત્રાલયો/વિભાગો-ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ, ભોજન, પેયજળ અને સ્વચ્છતા, પર્યાવરણ, રેલવે, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ, નવી અને નવીકરણીય ઉર્જા, સીમા માર્ગ, દૂરસંચાર અને કૃષિનો એક સમન્વિત પ્રયાસ હશે. પીએમઓના જણાવ્યા મુજબ 125 દિવસના આ અભિયાનમાં 50 હજાર કરોડ રૂપિયાના ફંડથી એક તરફ પ્રવાસી મજૂરોને રોજગાર આપવા માટે વિવિધ પ્રકારના 25 કાર્યો ઝડપથી કરાવવામાં આવશે. વળી, બીજી તરફ દેશના ગ્રામીણ વિસ્તારોમાં પાયાગત ઢાંચાનુ નિર્માણ કરાવવામાં આવશે.
India-China tension: ગલવાન ઘાટી પર ચીને ફરીથી કર્યો પોતાનો દાવો