ગણતંત્ર દિવસઃ પીએમ મોદી આ વખતે તોડશે પરંપરા, અમર જવાન જ્યોતિ પર શહીદોને નહિ આપે શ્રદ્ધાંજલિ
26 જાન્યુઆરીના રોજ 71માં ગણતંત્ર દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષોથી ચાલતી આવી રહી એક પરંપરા તોડશે. આ વર્ષે તે જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમર જવાન જ્યોતિ નહિ પરંતુ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઈને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલા દર વર્ષે પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપતા હતા. નેશનલ વૉર મેમોરિયલનુ ઉદઘાટન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યુ છે. આ સ્મારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ વર્ષ 2014ની ચૂંટણી દરમિયાન આપવામાં આવેલ એક મહત્વનુ વચન હતુ.

સૌથી પહેલા પીએમ જશે વૉર મેમોરિયલ
ગણતંત્ર દિવસ પરેડના ડેપ્યુટી પરેડ કમાંડર મેજર જનરલ અશોક કક્કડે જણાવ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીની સવારે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જશે. કાર્યક્રમોની શરૂઆત થતા પહેલા તે ત્યાં ત્રણે સેના પ્રમુખો અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની હાજરીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે અમર જવાન જ્યોતિ પર હવે કોઈ પણ રેથ લેયિંગ કાર્યક્રમ નહિ થાય. વૉર મેમોરિયલનો પહેલો પ્રસ્તાવ વર્ષ 1960 આપવામાં આવ્યો હતો અને એનડીએની સરકારે વર્ષ 2015માં આના નિર્માણની મંજૂરી આપી હતી.

જાન્યુઆરી 1972થી ચાલી રહી છે જ્યોતિ
જાન્યુઆરી 1972માં અમર જવાન જ્યોતિનુ અનાવરણ એ 3,843 ભારતીય શહીદ સૈનિકોની યાદમાં કરવામાં આવ્યુ હતુ જેમણે 71ના યુદ્ધમાં ભાગ લીધો હતો. ડિસેમ્બર 1971માં થયેલ આ યુદ્ધનો હેતુ પાકિસ્તાનથી બાંગ્લાદેશને આઝાદ કરાવવાનો હતો. આને બાંગ્લાદેશ લિબ્રેશન વૉર નામ આપવામાં આવ્યુ હતુ અને આની શરૂઆત તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધઈએ કરહી હતી. ઈન્ડિયા ગેટ જે બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યો હતો, તે પ્રથમ વિશ્વ યુદ્ધ અને એંગ્લો-અફઘાન વૉરમાં ભાગ લેનાર એક મિલિયનથી પણ વધુ સૈનિકોને સમ્માનિત કરવા માટે બનાવવામાં આવ્યુ હતુ.

ગયા વર્ષે થયુ વૉર મેમોરિયલનુ ઉદઘાટન
નેશનલ વૉર મેમોરિયલનુ ઉદઘાટન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યુ છે. આ સ્મારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ એક મહત્વનુ વચન હતુ. આ મેમોરિયલ લગભગ 25,942 ભારતીય સૈનિકોના સમ્માનમા બનેલુ છે જેમણે આઝાદી બાદ થયેલા યુદ્ધમાં પોતાના પ્રાણ ગુમાવી દીધા હતા. નેશનલ વૉર મેમોરિયલ ઈન્ડિયા ગેટના સી-હેક્સાગોનમાં છે અને લગભગ 40 એકરના વિસ્તારમાં ફેલાયેલુ છે. આની ચારે તરફ અમર, વીર, ત્યાગ અને સુરક્ષાના નામથી સર્કલ્સ બનેલા છે. અહીં પરમવીર ચક્ર વિજેતાઓના બસ્ટ પણ લાગેલા છે.

પરંતુ પ્રજ્વલિત રહેશે અમર જ્યોતિ
ગયા વર્ષે આ વૉર મેમોરિયલને ગણતંત્ર દિવસ પહેલા ખોલવાની યોજના હતી પરંતુ સરકારે આમાં ફેરફાર કરી દીધો. લોકસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને સરકાર કોઈ પણ રીતનો વિવાદ નહોતી ઈચ્છતી અને એટલા માટે ગણતંત્ર દિવસ પર આને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગયા વર્ષે ગણતંત્ર દિવસ બાદ વૉર મેમોરિયલને સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ હતુ. અમર જવાન જ્યોતિ પર જે જ્યોતિ જલે છે, તે એ જ રીતે પ્રજ્વલિત રહેશે અને અહીં બાકીના કાર્યક્રમ પણ પહેલાની જેમ થતા રહેશે.
આ પણ વાંચોઃ કપિલ મિશ્રાના 'ભારત વિ પાકિસ્તાન' ટ્ટવિટ પર ECએ લીધી એક્શન, ચૂંટણી પ્રચાર અટકાવ્યો