પીએમ મોદીએ કર્યા સુભાષ ચંદ્ર બોઝને નમન, કહ્યુ- દેશ તમારા સમર્પણને હંમેશા યાદ રાખશે
નવી દિલ્લીઃ Netaji Subhash Chandra Bose 125th Birth Anniversary. દેશભરમાં આજે મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ મનાવવામાં આવી રહી છે. નેતાજીની જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને પોતાની શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યુ, 'મહાન સ્વતંત્રતા સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ પર શત-શત નમન. કૃતજ્ઞ રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને સદાય યાદ રાખશે#ParakramDivas.'
તમને જણાવી દઈએ કે કેન્દ્રીની નરેન્દ્ર મોદી સરકારે હાલમાં જ એક મોટુ એલાન કરીને કહ્યુ કે સરકાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિ દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ તરીકે મનાવશે. સુભાષચંદ્ર બોઝની જયંતિ પર આજે પીએમ મોદી પશ્ચિમ બંગાળના કોલકત્તામાં રહેશે અને ત્યાં બે કાર્યક્રમોમાં ભાગ લેશે. આમાંથી પહેલો કાર્યક્રમ કોલકત્તાની નેશનલ લાઈબ્રેી અને બીજો કાર્યક્રમ વિક્ટોરિયા મેમોરિયલ હૉલમાં રાખવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને જોતા પીએમ મોદીના આ પ્રવાસને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
પ્રદર્શન 'નિર્ભીક સુભાષ'નુ ઉદઘાટન કરશે પીએમ મોદી
કોલકત્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની એક સ્થાયી પ્રદર્શન 'નિર્ભીક સુભાષ'નુ ઉદઘાટન, એક પ્રોજેક્શન મેપિંગ શો અને એક પુસ્તક નેતાજીના પત્રનુ અનાવરણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી આઝાદ હિંદ ફૌજના સૈનિકોના સમ્માનમાં એક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેર કરશે. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ આ પહેલી વાર છે જ્યારે આટલા મોટાપાયે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિ મનાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સુભાષ ચંદ્ર બોઝની જયંતિ માટે આખુ વર્ષ મનાવવામાં આવનાર કાર્યક્રમો માટે એક સમિતિની પણ રચના કરી છે.
લૉયડ ઑસ્ટિન બન્યા અમેરિકાના પહેલા અશ્વેત સંરક્ષણ મંત્રી