For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ યુવાનો માટે સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ લોન્ચ કરી

પીએમ મોદીએ મન કી બાત ઘ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2018 માં દેશમાં ખેલાડીઓને ધન્યવાદ કરતા તેમના શાનદાર પ્રદર્શન માટે શુભકામના આપી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 43મી વાર દેશની જનતાને રેડિયો ઘ્વારા સંબોધિત કરી. પીએમ મોદીએ મન કી બાત ઘ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2018 માં દેશમાં ખેલાડીઓને ધન્યવાદ કરતા તેમના શાનદાર પ્રદર્શન માટે શુભકામના આપી. પીએમ ઘ્વારા જ્યાં ખેલાડીઓને મેડલ જીતવા માટે શુભકામના આપી તો ફિટ ઇન્ડિયા કાર્યક્રમ સાથે જોડાવવા માટે પણ કહ્યું. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાછલી વખતે જયારે તેમને ફિટ ઇન્ડિયા કાર્યક્રમમાં જોડાવવા માટે કહ્યું હતું ત્યારે લોકોએ ખુબ જ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.

swachh bharat summer internship

પીએમ મોદીએ દેશના યુવાનોને સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ સાથે જોડાવવા માટે પણ અપીલ કરી. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પરીક્ષા પત્યા પછી હવે દેશના યુવાનો રજાનો આનંદ લેવા માટે તૈયાર છે. તેમને કહ્યું કે ઘણા યુવાનો રજામાં કંઈક નવું શીખવા માટે સમર ઇન્ટર્નશિપ કરે છે, જે ખુબ જ સારી વાત છે. પીએમ મોદીએ લોકોને સ્વચ્છ ભારત અભિયાન આગળ વધારવા માટે અપીલ કરી. તેમને જણાવ્યું કે સ્વચ્છ ભારત અમારો સંકલ્પ છે. દેશના સવા સો દેશવાસીઓ તેમાં યોગદાન આપવું જોઈએ.

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત સરકારના ત્રણ મંત્રાલય ઘ્વારા મળીને સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ, એનસીસી યુવાનો જેઓ આ દેશ માટે કંઈક કરવા માંગે છે તેઓ જોડાઈ શકે છે. પીએમ મોદીએ દેશભરના યુવાનોને આ કાર્યક્રમમાં જોડાવવા માટે આગ્રહ કર્યો છે. એટલું જ નહીં પરંતુ જણાવ્યું કે તેમાં સારું પ્રદર્શન કરતા વિધાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર આપવામાં આવશે.

English summary
PM Modi urged the youth to take part in swachh bharat summer internship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X