For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના રાજનૈતિક ફાયદા માટે OBCનું કાર્ડ ફેંકી રહ્યા છે મોદી

ભાજપના જ એક નેતાએ પીએમ નરેન્દ્ર મોદી પર ઓબીસી અને ખેડૂત કાર્ડ ફેંકી દેશને દગો આપવાની વાત ઉચ્ચારી છે. જાણો આ અંગે વિગતવાર અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ભાજપ અને લોકસભાથી રાજીનામું આપ્યા પછી નાના પટોલેએ પીએમ મોદી પર ઓબીસી કાર્ડ રમવા મામલે આરોપ લગાવ્યો છે. પટોલેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજનૈતિક ફાયદા માટે કરીને ઓબીસી કાર્ડ રમી રહ્યા છે. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાના સાંસદીય ક્ષેત્રથી આવનારા નાના પટોલે હાલમાં જ ભાજપ પર ખેડૂતોના મુદ્દાને નજરઅંદાજ કરવા મામલે આરોપ લગાવી રાજીનામું આપ્યું હતું. નાગપુરમાં પ્રેસ કોન્ફર્ન્સ કરીને નાના પટોલે શુક્રવારે ભાજપ અને મોદી સરકાર પર એક પછી એક આક્ષેપ કર્યા હતા. પટોલે કહ્યું કે પીએમ મોદી પોતાના રાજનૈતિક ફાયદા માટે ઓબીસી કાર્ડથી રમી રહ્યા છે. તેમણે કહ્યું કે મોદી ખેડૂતો અને ઓબીસી પર બેવડું વલણ ધરાવી રહ્યા છે. અને આ બન્નેનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે.

Narendra Modi

પટોલે દાવો કર્યો કે ગત વર્ષે પીએમ મોદીની તેમની સાથે બેઠક થઇ હતી. જ્યાં તેમણે ઓબીસીથી જોડાયેલી સમસ્યાઓ તેમની આગળ રજૂ કરીને એક અલગ મંત્રાલય બનાવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે મારી માંગણી સામે પીએમ મારી પર ભડક્યા હતા અને કહ્યું હતું કે ઓબીસી માટે અલગથી મંત્રાલય બનાવાની કોઇ જરૂર નથી. પટોલેએ આરોપ લગાવ્યો કે તેમના દ્વારા ખેડૂતોના મુદ્દા અને કૃષિ ક્ષેત્ર મામલે પણ મોદીએ કંઇ કર્યું નહતું અને તેમનાથી નારાજ થઇ ગયા હતા. સાથે જ તેમણે કહ્યું કે સેન્ટર અને લોકસભામાં મેં અનેક વાર અનેક મીટિંગોમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. પણ કોઇએ પણ મારી વાત નહતી સાંભળી. પટોલે સાથે જ આરોપ લગાવ્યો કે પીએમ દેશના લોકોને દગો આપી રહ્યા છે.

English summary
PM Modi using OBC card for politics gains, Nana Patole says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X