ભારત આવ્યા પછી અરુણ જેટલીના ઘરે પહોંચ્યા પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. સ્વદેશ પરત ફર્યા બાદ, મંગળવારે પીએમ મોદી પૂર્વ નાણાં મંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે અરુણ જેટલીના પરિવારના સભ્યોને મળ્યા અને શ્રદ્ધાંજલિ આપી.
આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી પહેલા ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ પણ અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. આ પહેલા અમિત શાહે પણ અરૂણ જેટલીને તેમના ઘરે, ભાજપના મુખ્યાલય અને નિગમબોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH Prime Minister Narendra Modi arrives at the residence of late former Union Finance Minister #ArunJaitley to pay tributes to him and meet his family. #Delhi pic.twitter.com/DeZaxGz2Ke
— ANI (@ANI) August 27, 2019
જેટલીના પરિવારે પીએમ મોદીને પ્રવાસ રદ ન કરવા જણાવ્યું હતું
અરુણ જેટલીના અવસાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતથી જેટલીના પરિવાર સાથે વાત કરી. પીએમ મોદીએ અરુણ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. આ વાતચીત દરમિયાન જેટલીના પરિવારે વડા પ્રધાનને તેમના વિદેશ પ્રવાસને રદ ન કરવા અપીલ કરી હતી. વડા પ્રધાને ટ્વિટ કરીને જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીનું વિમાન પાકિસ્તાન ઉપરથી પસાર થયું, ઇમરાન ધમકી જ આપતા રહ્યા