For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાઃ ભજીયા તળવાની સલાહ આપનાર પીએમે છેવટે આપી જ દીધુ અનામત

ગરીબ સવર્ણને 10 ટકા અનામત આપવાનું બિલ પાસ થયા બાદ હવે ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ગરીબ સવર્ણને 10 ટકા અનામત આપવાનું બિલ પાસ થયા બાદ હવે ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો છે. શિવસેના ચેતવણી આપતા કહ્યુ કે જો આ ચૂંટણી માટે કરવામાં આવ્યુ હશે તો આ પગલુ તેમના માટે મોંઘુ સાબિત તશે. સરકારના સવર્ણ અનામત પર કટાક્ષ કરતા કહ્યુ કે યુવાનોને ભજીયા તળવાની સલાહ આપનાર પ્રધાનમંત્રીએ છેવટે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત આપવુ પડ્યુ.

અનામત તો આપી દીધુ, ક્યાં છે નોકરીઓ?

અનામત તો આપી દીધુ, ક્યાં છે નોકરીઓ?

શિવસેનાએ ગુરુવારે પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યુ કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો રોજગાર અને ગરીબીના બે મુખ્ય મોરચાઓ પર નિષ્ફળ થાય છે તો તેમને અનામત કાર્ડ ખેલવુ પડે છે. શિવસેનાએ સંપાદકીયમાં લખ્યુ કે 10 ટકા અનામત બાદ રોજગારનું શું થશે? તમને નોકરી ક્યાંથી મળશે? 15 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી દર મહિને 13 લાખ વધી રહી છે. 18 વર્ષથી ઓછી વયના સગીરોને નોકરી આપવી ગુનો છે પરંતુ બાળ મજૂરી સતત ચાલુ છે.

દર વર્ષે 80થી 90 લાખ નવા રોજગારોની જરૂર

દર વર્ષે 80થી 90 લાખ નવા રોજગારોની જરૂર

શિવસેનાએ લખ્યુ કે દેશમાં રોજગારના દરને સંતુલિત રાખવા માટે દર વર્ષે 80થી 90 લાખ નવા રોજગારોની જરૂર છે પરંતુ આ ગણિત થોડા સમયથી અસંતુલિત છે. સામનાએ કહ્યુ કે જો આ અનામત મતો માટે આપવામાં આવ્યુ છે તો આ મોંઘુ પડશે. 10 ટકા અનામત બાદ નોકરીઓ ક્યાં છે? મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવામાં આવ્યુ. પરંતુ નવી નોકરીઓ જ નથી. છેલ્લા બે વર્ષોમાં નોટબંધી, જીએસટી જેવા નિર્ણયોથી નોકરીઓ વધવાના બદલે ઘટી છે. લગભગ દોઢથી બે કરોડ લોકોની નોકરીઓ ગઈ છે.

90 લાખ લોકોએ નોકરી માટે ભર્યુ ફોર્મ

90 લાખ લોકોએ નોકરી માટે ભર્યુ ફોર્મ

શિવસેનાએ દાવો કર્યો કે 2018માં રેલવેમાં 90 લાખ નોકરીઓ માટે 2.8 કરોડ લોકોએ ફોર્મ ભર્યા. આ ઉપરાંત મુંબઈ પોલિસમાં 1,137 પદો માટે ચાર લાખથી વધુ લોકોએ ફોર્મ ભર્યા અને ઘણા ઉમેદવારો તો યોગ્યતા કરતા વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા.

આ પણ વાંચોઃ Video: અનામત બિલની ચર્ચા વખતે ભાજપ સાંસદ કિરણ ખેર બનાવી રહી હતી વિચિત્ર ફેસઆ પણ વાંચોઃ Video: અનામત બિલની ચર્ચા વખતે ભાજપ સાંસદ કિરણ ખેર બનાવી રહી હતી વિચિત્ર ફેસ

English summary
PM Modi Who Advised Youth to Fry ‘Pakoras’ Had to Ultimately Give Quota: Shiv Sena
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X