પેઈડ ન્યૂઝ ચેનલો પર વાહવાહી લૂંટવી બંધ કરી દો મોદીજી: શત્રુઘ્ન સિન્હા
એક વાર ફરીથી ભાજપના બાગી નેતા શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસમાં શામેલ થતા પહેલા શૉટગનના નામથી જાણીતા શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદીને સલાહ આપતા સતત ત્રણ ટ્વીટ કર્યા છે. જેમાંથી પહેલા ટ્વીટમાં તેમણે કટાક્ષ કરવાના અંદાજમાં લખ્યુ છે કે માનનીય આઉટગોઈંગ સરજી પોતાના ભાષણો બાદ પોતાની વાહવાહી કરાવવા માટે વિવિધ ચેનલ અને પ્રાયોજિત જનતાની પાછળ પૈસા ખર્ચ કરવાનું બંધ કરો, તમારા આપેલા ભાષણોમાં હંમેશાથી તથ્યોની ઉણપ રહી છે.

તમે લોકોને હદથી વધારે ચિડચિડા બનાવી દો છોઃ સિન્હા
જ્યારે બીજા ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે પીએમ મોદીજી, તમને નથી લાગતુ કે હાલમાં તો તમે લોકોને હદથી વધારે ચિડચિડા બનાવી રહ્યા છો. તમારા તરફથી કરવામાં આવી રહેલ ઈવીએમ ગરબડ અને તમારા ઘમંડી હોવા છતાં હું તમારો હિતેચ્છુ છુ અને તમને સલાહ આપુ છુ કે તમે હજુ પણ જાળવી જાવ અને જાળવીને ચાલો.
|
તમે પેઈડ ન્યૂઝ ચેનલ પર ન જાવઃ સિન્હા
અને અંતમાં તમને એ જ કહેવા ઈચ્છુ છુ કે તમે પેઈડ ન્યૂઝ ચેનલ પર ન જાવ. તમારે વાસ્તવિક પ્રેસ કોન્ફરન્સ પર જવુ જોઈએ, જ્યાં રવીશ કુમાર અને પ્રસૂન વાજપેયી જેવા પત્રકાર હોય છે જેમને ખરીદી શકાતા નથી અને તે તમને દેશની રૂચિ સાથે જોડાયેલા યોગ્ય પ્રશ્નો પૂછશે, એવી પ્રેસ કોન્ફરન્સમાં જવુ જોઈએ જ્યાં ચમચા ના હોય અને જેમને ચૂપ નથી કરાવી શકાતા.
|
સિન્હાના પુત્ર લવે પણ સાધ્યુ હતુ પીએમ મોદી પર નિશાન
ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદી પર હુમલો કર્યો હોય. આ પહેલા તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાવા પર તેમના પર નિશાન સાધ્યુ હતુ. વળી, બે દિવસ પહેલા તેમના પુત્ર લવે પણ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી જેમાં તેમણે લખ્યુ હતુ કે પીએમ મોદી અને અમિત શાહ બંનેએ મારા પપ્પા સાથે સારુ વર્તન નથી કર્યુ.
|
સિન્હાએ કર્યુ ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનુ એલાન
અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ ગયા રવિવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનું એલાન કર્યુ. તેમણે કોંગ્રેસ જોઈન કરીને કહ્યુ કે કોંગ્રેસ ખરા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી છે અને તેમના પારિવારિક મિત્ર લાલુ યાદવે પણ આનું સૂચન આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ભાજપે શત્રુઘ્ન સિન્હાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ આપી છે. છેલ્લા ઘણા સમયથી તે સતત ભાજપના મોટા નેતૃત્વ ખાસ કરીને પીએમ મોદી સામે આક્રમક વલણ અપનાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ 22 લાખ નોકરીઓનું વચન, 150 દિવસ મનરેગા...કોંગ્રેસના ઘોષણાપત્રની 30 મહત્વની વાતો