• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે સાંજે 6 વાગે દેશના નાગરિકોના નામે સંદેશ જારી કરશે પીએમ મોદી

|

નવી દિલ્લીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે એટલે કે મંગળવારે સાંજે 6 વાગે દેશના નાગરિકોના નામે એક સંદેશ જારી કરશે. આ વિશેની માહિતી પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને આપી છે. પીએમે લખ્યુ, 'આજે સાંજે 6 વાગે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ, જરૂરથી જોડાઓ.' પીએમ મોદીના આ ટ્વિટ બાદ અટકલો લગાવવામાં આવી રહી છે કે કોરોના કાળમાં તે કંઈક મોટો સંદેશ આપી શકે છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે તેમનુ સંબોધન કયા મુદ્દે હશે.

અત્યાર સુધી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પીએમ મોદી આવનારા તહેવારો વિશે દેશના નાગરિકો સાથે વાત કરી શકે છે. તહેવારોની સિઝનને જોતા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી એક વાર ફરીથી કોરોના સામે જનઆંદોલન ફેલાવવા અને મહામારી વિશે સાવચેત રહેવાની અપીલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના કાળમાં માર્ચથી લઈને અત્યાર સુધી પીએમ મોદી પાંચ વાર દેશને સંબોધિત કરી ચૂક્યા છે. આ દરમિયાન એક રાહતના સમાચાર એ પણ છે કે ભારતમાં ત્રણ મહિના બાદ પહેલી વાર કોરોના વાયરસના દૈનિક કેસ 50 હજારથી ઓછા આવ્યા છે.

ચીનને 15 મિનિટમાં ભગાવી દેતવાળા નિવેદન પર અમિત શાહનો પલટવાર

English summary
PM Modi will be giving a message for citizens today at 6 in the evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X