PM મોદી આજે નેસકૉમ ટેકનોલૉજી એન્ડ લીડરશીપ ફોરમને કરશે સંબોધિત, જાણો ખાસ વાતો
PM Modi to address Nasscom Technology and Leadership Forum today: નવી દિલ્લીઃ પીએમ નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નેસકૉમ ટેકનોલૉજી એન્ડ લીડરશીપ ફોરમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ બપોરે 12.30 વાગે શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ વખતના શોની થીમ 'શેપિંગ ધ ફ્યુચર ટુવર્ડ્ઝ એ બેટર નૉર્મલ' છે, પીએમઓ તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે. આ ખાસ કાર્યક્રમમાં 30થી વધુ દેશોના 1600 પ્રતિનિધિ ભાગ લેવાના છે અને આ કાર્યક્રમ 17-19 ફેબ્રુઆરી વચ્ચે થશે જેમાં 30 ઉત્પાદ બતાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે એક બિન લાભકારી ઈન્ડસ્ટ્રી એસોસિએશન છે કે જે ભારતમાં 180 બિલિયન ડૉલરના IT BPM ઉદ્યોગનુ મોટુ એકમ છે. એક એવો ઉદ્યોગ જેમાં ભારતના જીડીપી, નિકાસ, રોજગાર, મૂળભૂત ઢાંચા અને વૈશ્વિક દ્રશ્યતામાં અભૂતપૂર્વ યોગદાન આપે છે. એકલા ઈન્ડિયામાં આ સૌથી વધુ ખાનગી ક્ષેત્રમાં રોજગાર ઉપલબ્ધ કરાવે છે. ઉલ્લેખનીય છે કે નેસકૉમ વર્ષ 1988માં સ્થાપિત થયુ હતુ અને ત્યારબાદ અત્યાર સુધી 2800+ સભ્યએ ઉદ્યોગના 90 ટકા રેવન્યુની રચના કરી છે.
'આત્મનિર્ભર ભારત' બનાવવા માટે પ્રયાસરત સરકાર
તમને જણાવી દઈએ કે નેસકૉમ ટેકનોલૉજી એન્ડ લીડરશીપ ફોરમ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઉઠાવવામાં આવેલુ મહત્વનુ પગલુ છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને તેમની સરકાર સતત 'આત્મનિર્ભર ભારત' બનાવવા માટે પ્રયાસરત છે. પીએમ મોદીએ કહ્યુ છે કે, 'જો આપણે નક્કી કરી લઈએ તો કોઈ લક્ષ્ય અસંભવ નથી, કોઈ રસ્તો મુશ્કેલ નથી, આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનુ છે.' તેમણે કહ્યુ કે આત્મનિર્ભર ભારતની આ ભવ્ય ઈમારત 5 સ્તંભો પર ઉભી હશે અને આ સ્તંભ નીચે મુજબ છે.
પહેલો સ્તંભ - ઈકોનૉમી
બીજો સ્તંભ - ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ત્રીજો સ્તંભ - સિસ્ટમ
ચોથો સ્તંભ - વસ્તીશાસ્ત્ર
પાંચમો સ્તંભ - માંગ
સામાન્ય જનતાને કોઈ રાહત નહિ, દિલ્લીમાં પેટ્રોલ 89.54 રૂપિયા