પીએમ મોદી આજે કરશે બહુમાળી ફ્લેટનુ ઉદઘાટન, સાંસદો માટે 213 કરોડમાં બન્યા ફ્લેટ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે(22 નવેમ્બર) સાંસદો માટે બનાવવામાં આવેલ બહુમાળી ફ્લેટોનુ ઉદઘાટન કરશે. પીએમ મોદીનો આ ઉદઘાટન કાર્યક્રમ સોમવારે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ફ્લેટ નવી દિલ્લીમાં ડૉ.બી ડી માર્ગા પર સ્થિત છે. આ આઠ જૂના બંગલાને કે જે 80 વર્ષથી વધુ જૂના હતા તેમની જગ્યાએ 76 ફ્લટોના નિર્માણ માટે પુનર્વિકાસનુ કામ કરવામાં આવ્યુ છે. આની કિંમત 213 કરોડ રૂપિયા છે. બીડી માર્ગ પર ગંગા યમુના સરસ્વતીના નામથી ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે જેમાં કુલ 76 ફ્લેટ છે.
પીએમ મોદી સાથે આ ઉદઘાટન કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લોકોસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેશે. પીએમઓએ માહિતી આપી છે કે કોરોના કાળં આને બનાવવામાં સ્વીકૃત કિંમતથી 14 ટકાની બચત સાથે અને નક્કી સમયમાં બનાવવામાં આવ્યા છે.
જાણો સાંસદોને મળનાર ફ્લેટ્સની ખાસિયત
સાંસદોના આ ફ્લેટ 4 બીએચકેના છે. ફ્લેટમાં સાંસદો માટે અલગથી તેમની એક ઑફિસ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત બે સ્ટાફ માટે અલગથી સ્ટાફ ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. ફ્લેટમાં બે બાલકની, ચાર વૉશરૂમ અને એક અલગથી પૂજા ઘર બનાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઘરમાં મૉડ્યુલર કિચન પણ બનાવવામાં આવ્યુ છે. લોકસભા સ્પીકર ઓમ બરલાના જણાવ્યા મુજબ ફ્લેટને બનાવવા માટે 218 કરોડની કિંમત રાખવામાં આવી હતી. જો કે આમાં અમુક કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે. સાંસદોને મળનાર આ ફલેટ ગ્રીન બિલ્ડિંગના કૉન્સેપ્ટ બર બેઝ્ડ છે. સીપીડબ્લ્યુડીએ આ ફ્લેટ્સનુ નિર્માણ કર્યુ છે. તેના દરેક ટાવર પર સોલર પેનલ લગાવવામાં આવી છે.
કોરોનાને કંટ્રોલ કરવામાં દિલ્લીવાસીઓ નથી આપી રહ્યા સહકાર