India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
LIVE

PM Modi's Meeting With Jammu and Kashmir Leaders Live Updates in Gujarati: કાશ્મીર પર હાઈલેવલ બેઠક શરૂ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક દળોના પ્રમુખો સાથે સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરશે. જમ્મુ કાશ્મીરમાં રાજનૈતિક અનિશ્ચિતતાઓનો માહોલ દૂર કરવાની કોશિશમાં થઈ રહેલ આ બેઠકને લોકતાંત્રિક દ્રષ્ટિકોણે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ને સંવિધાનના અનુશ્ચેદ 370, 35એ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લીધો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના વિભાજનની ઘોષણા કર્યા બાદ આ પહેલી મોટી રાજનૈતિક બેઠક છે. દિલ્હીમાં થઈ રહેલ આ બેઠક પહેલાં જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રાખવામાં આવી શકે છે.

modi

Newest First Oldest First
8:42 PM, 24 Jun
બેઠકમાં મેં કહ્યું કે જો તમારે કલમ 370 હટાવવી જ હતી તો તમારે જમ્મુ કાશ્મીરની વિધાનસભા બોલાવીને તે હટાવવી હતી. આને ગેરકાયદેસર રીતે હટાવવાનો કોઈ હક નહોતો. અમે કલમ 370ને સંવૈધાનિક અને કાનૂની રીતે પાછી લાગૂ કરવા માંગીએ છીએઃ મહેબૂબા મુફ્તી, પીડીપી અધ્યક્ષ
8:41 PM, 24 Jun
મેં બેઠકમાં કહ્યું કે 370 રદ થવાથી જમ્મુ કાશ્મીરના લોકો નારાજ છે. અમે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પાછી લાવશું. આના માટે અમે શાંતિનો રસ્તો અપનાવશું. આ મામલે કોઈ સમજૂતી નહી થાયઃ મહેબૂબા મુફ્તી, પીડીપી અધ્યક્ષ
8:40 PM, 24 Jun
અમે બેઠકમાં કહ્યું કે 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર દ્વારા 370 ખતમ કરવાના ફેસલાનો અમે સ્વીકાર નહી કરીએ. અમે અદાલત દ્વારા 370 મામલે અમારી લડાઈ લડશું. લોકો ઈચ્છે છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવેઃ NC નેતા ઉમર અબ્દુલ્લા
8:39 PM, 24 Jun
ડિલિમિટેશનની પ્રક્રિયા ખતમ થવા પર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
8:39 PM, 24 Jun
અમે બેઠકમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળે, જમ્મુ કાશ્મીરમાં તરત ચૂંટણી થાય, કાશ્મીરી પંડિતોની પણ વાત રાખી, રાજનૈતિક કેદીઓને છોડવામાં આવે, રોજગાર અને જમીનની ગેરન્ટી સરકાર આપે. 80 ટકા પાર્ટીઓએ કહ્યું કે 370નો મામલો સુપ્રીમ કોર્ટમાં છેઃ ગુલામ નબી આઝાદ
8:38 PM, 24 Jun
જે 370 હટી ગયો છે તે પાછો આવી જાય તેવું વિચારવું પણ ન જોઈએઃ પીએમ મોદી દ્વારા બોલાવાયેલી સર્વદળીય બેઠક બાદ કવિંદર ગુપ્તા, ભાજપ
8:37 PM, 24 Jun
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પીએમ મોદીની સર્વદળીય બેઠક સાડા ત્રણ કલાક સુધી ચાલી.
8:36 PM, 24 Jun
પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના તમામ નેતાઓને વિશ્વાસ અપાવ્યો કે જમ્મુ કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્ય માટે બધા મળીને કામ કરશે. જમ્મુ કાશ્મીરની મજબૂતી અને જનતાની ભલાઈ માટે દરેક કાર્ય કરાશે જેનાથી લોકોનું ભલું થાયઃ રવિંદર રૈના, ભાજપ
8:36 PM, 24 Jun
કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયકે કહ્યું કે અમારી પાર્ટી આ પહેલને આવકારે છે, આખરે પીએમ મોદીએ સંવાદમાં થોડો વિશ્વાસ દર્શાવ્યો.
8:36 PM, 24 Jun
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝે કહ્યું - જમ્મુ-કાશ્મીરને લઈને સરકારે લીધેલી પહેલ યોગ્ય છે.
8:36 PM, 24 Jun
સીએમ મમતાએ કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં ભાજપના નેતા સિવાય કોઈ બીજું કાશ્મીરની મુલાકાત લઈ શક્યું નથી. શું માત્ર ભાજપ દેશભક્ત છે, બાકી આતંકવાદીઓ છે?
8:36 PM, 24 Jun
જમ્મુ-કાશ્મીરને લઈને ચાલી રહેલી મહત્વપૂર્ણ સભા વચ્ચે મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે. સીએમ મમતાએ કહ્યું કે કાશ્મીરની આઝાદી છીનવી ન જોઈએ.
8:36 PM, 24 Jun
વડા પ્રધાન કાર્યાલયે બેઠકનો વીડિયો પણ જાહેર કર્યો છે.
8:36 PM, 24 Jun
કાશ્મીર મુદ્દે પીએમ મોદીની બેઠક છેલ્લા દોઢ કલાકથી ચાલી રહી છે.
8:35 PM, 24 Jun
આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે.
8:35 PM, 24 Jun
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં કાશ્મીરની પરિસ્થિતિ અંગે સૌ પ્રથમ ચર્ચા કરવામાં આવી હતી.
8:28 PM, 24 Jun
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બાદ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત કરી.
8:27 PM, 24 Jun
અમે બેઠકમાં કાશ્મીરી પંડિતોને ઘાટીમાં વસાવવાની વાત પણ કરી. કેન્દ્ર સરકાર જલદી જ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવે. બેઠકમાં મોટાભાગની પાર્ટીઓએ કહ્યું કે 370નો મામલો સુપ્રીમ કોર્ટમાં છેઃ ગુલામ નબી આઝાદ
8:27 PM, 24 Jun
બેઠકમાં અમે કોંગ્રેસ તરફથી સરકાર સામે 5 મોટી માંગ રાખી. રાજ્યનો દરજ્જો જલદી જ પરત આપે સરકારઃ ગુલામ નબી આઝાદ
8:26 PM, 24 Jun
370નો મામલો સુપ્રીમ કોર્ટમાં છે તો તેના પર વાત થશે. દુખ તો થયું થયું તેની ફરિયાદ જરૂર લોકોએ કરી પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં હોય તો તેનો ફેસલો સુપ્રીમ કોર્ટ કરશેઃ અલ્તાફ બુખારી
8:25 PM, 24 Jun
આજે સારા માહોલમાં વાર્તા થઈ. તમામે વિસ્તારથી પોતાની વાત રાખી. પીએમ અને ગૃહમંત્રીએ વાતો સાંભળી. પીએમે કહ્યું કે ડિલિમિટેશનની પ્રક્રિયા ખતમ થવા પર ચૂંટણી પ્રક્રિયા શરૂ થશેઃ બેઠક બાદ ઉલ્તાફ બુખારી
3:25 PM, 24 Jun
બેઠકમાં ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, રવિન્દ્ર રેના, કવીંદ્ર ગુપ્તા, નિર્મલ સિંહ, સજ્જાદ લોન, ભીમ સિંહ સહિત અન્ય કેટલાય નેતાઓ સામેલ છે.
3:25 PM, 24 Jun
કાશ્મીર મુદ્દે પીએમ આવાસ પર હાઈલેવલ બેઠક શરૂ થઈ ગઈ છે. જેની અધ્યક્ષતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
3:24 PM, 24 Jun
બેઠકમાં બોલાવવામાં આવેલા તમામ લોકો પીએમ આવાસ પહોંચી ગયા છે. થોડી વારમાં જ પીએમની અધ્યક્ષતામાં બેઠક શરૂ થશે
10:35 AM, 24 Jun
પીએમ મોદીની બેઠક પહેલા 11 વાગે જેપી નડ્ડાએ એક બેઠક બોલાવી છે. જેમાં જમ્મુ કાશ્મીર ભાજપના નેતા શામેલ થશે.
10:34 AM, 24 Jun
જમ્મુમાં ડોગરા ફ્રંટે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી સામે પ્રદર્શન કર્યુ. તે એમના એ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે જેમાં મહેબૂબાએ કહ્યુ હતુ કે પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે હિતધારક છે. પ્રદર્શનકારી મહેબૂબાની ધરપકડની માંગ કરી રહ્યા છે.
10:33 AM, 24 Jun
સૂત્રો મુજબ પીએમ મોદીની બેઠકમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ સહિત પરિસીમન જેવા મુદ્દાઓ પર વાત થઈ શકે છે. જો કે મીટિંગનો એજન્ડા શું છે તે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
6:59 AM, 24 Jun
આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હા, એનએસએ અજિત ડોભાલ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ રહી શકે છે.
6:59 AM, 24 Jun
પીએમ મોદી પહેલીવાર જમ્મુ-કાશ્મીરના 8 દળોના 14 નેતાઓ સાથે સીધો સંવાદ કરશે. પીએમ આવાસ પર દિવસે 3 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે.
6:58 AM, 24 Jun
જમ્મુ અને કાશ્મીરમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
READ MORE

English summary
pm modi meeting with jammu and kashmir leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X