For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના મનની વાત, જમીન અધિગ્રહણ બિલ પર નહીં આવે નવો અધ્યાદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11મી વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ સૌ પ્રથમ તો દેશવાસીઓને ઓનમ અને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી. તેમણે લોકોને રક્ષાબંધન પર બહેનો માટે જીવન સુરક્ષા યોજના ભેટમાં આપવાની અપીલ કરી.

mann ki baat

મન કી બાતના કેટલાક ખાસ અંશ
1. જન ધન યોજનાને એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. તે સમયે મનમાં અનેક સવાલ હતા પણ હવે સંતોષ છે.

2. પટેલ સમુદાયની આરક્ષણની માંગ પર પીએમે જણાવ્યું ગુજરાતની આ ઘટનાએ દેશને વ્યથિત કર્યો છે. તેમણે કહ્યું કે ગાંધી અને પટેલની ધરતી પર જ્યારે આવું કઈંક બને છે, ત્યારે દેશ શોકમગ્ન બની જાય છે.

3. સુફી પરંપરા અંગે પણ તેમણે વાત કરી હતી. પીએમે કહ્યું કે મને વિશ્વાસ છે કે સુફી પરપંરા કે જે પ્રેમ અને ઉદારતા સાથે જોડાયેલી છે. તે આ સંદેશને દૂર દૂર સુધી પહોંચાડશે. તેમણે કહ્યું કે આપણે ગમે તે સંપ્રદાયના હોઈએ, પણ એકવખત સુફી પરંપરાને સમજવી જોઈએ.

4. મન કી બાતમાં મોદીએ જણાવ્યું કે ભારતમાં વિશ્વના ઘણાં દેશના બૌદ્ધ પરંપરાના વિદ્વાનો બૌદ્ધગયા આવવાના છે. જ્યાં તેઓ માનવજાત સાથે જોડાયેલા કેટલાક વિષયો પર ચર્ચા કરશે.

5. ભૂમિ અધિગ્રહણ બિલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે આ અંગે સરકારનું મન ખુલ્લું છે. ખેડુતોના હિતમાં કોઈ પણ વાત હશે તો તે સ્વીકાર કરવા હું તૈયાર છું.

6. મોદીએ કહ્યું કે મારે મારા ખેડુત ભાઈ બહેનોને કહેવું છે કે ભૂમિ અધિગ્રહણ બિલમાં સુધારની વાત રાજ્યો તરફથી આવી છે.

7. જો આપણે ગામડાઓનો વિકાસ કરવો છે તો અફ્સરશાહીના શકંજામાંથી, કાયદાને કાઢવા પડશે અને આ અંગે સુઝાવ પણ આવ્યા હતા.

8. પીએમે જણાવ્યું કે ભૂમિ અધિગ્રહણના અધ્યાદેશની અવધી સમાપ્ત થઈ રહી છે. મેં નક્કી કર્યું છે કે તેને સમાપ્ત થવા દેવામાં આવે. 13 મુદ્દાને, નિયમો હેઠળ લાવીને તેને ત્વરિત લાગુ કરીએ છીએ કે જેથી ખેડુતોને નુકસાન ન થાય.

9. પીએમે આગળ કહ્યું કે જય જવાન જય કિસાન એ માત્ર સૂત્ર નથી, પણ મંત્ર છે.

English summary
Prime Minister Narendra Modi is addressing the nation through his monthly radio programme, Mann ki Baat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X