For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ ભ્રષ્ટાચાર સામે નોટબંધી જેવી સ્ટ્રોંગ દવાનો ઉપયોગ કરવો પડ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રેલીને સંબોધિત કરી. રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રેલીને સંબોધિત કરી. રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જે સરકારોના કારણે વૃદ્ધોના જીવન બદબાદ થઈ ગયા. શું તમે ફરીથી તે સરકાર લાવવા ઈચ્છશો? તેમણે કહ્યુ કે અમે જે કામ 4 વર્ષમાં કર્યા તે કરવામાં કોંગ્રેસને 10 વર્ષ લાગતા. પીએમ મોદીએ કહ્યુ કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ સપનુ છે. પીએમે કહ્યુ કે જે કાર્ય કોંગ્રેસની સરકાર 50 વર્ષ સુધી ના કરી શકી તે કાર્ય શિવરાજ સિંહજીની સરકારે 15 વર્ષમાં કરીને બતાવ્યુ છે.

આ પણ વાંચોઃ 'અમૃતસર બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલ ગ્રેનેડમાં પાકિસ્તાની હસ્તાક્ષર': પંજાબ સીએમઆ પણ વાંચોઃ 'અમૃતસર બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલ ગ્રેનેડમાં પાકિસ્તાની હસ્તાક્ષર': પંજાબ સીએમ

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે પહેલા જમાનો હતો કે માટી નાખો અને રસ્તા બની ગયા. અમે જમાનો બદલી દીધો. હવે અહીં પાક્કા રસ્તા બને છે. પહેલા બેંકમાંથી લોન લેવા માટે સંપત્તિ જામીન પર મૂકવી પડતી હતી. એ લોકો શું કરે જેમની પાસે સંપત્તિ નથી? પીએમે કહ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમે સપનું જોયુ છે કે બે-ત્રણ વર્ષ બાદ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવી અને દરેક પરિવારને ઘર અપાવવાનું છે. અમે જે ઘર બનાવી રહ્યા છે, ઘરમાં નળ હશે, નળમાં પાણી હશે, વિજળી હશે, શૌચાલય હશે અને ગેસનો ચૂલો પણ હશે.

આ પણ વાંચોઃ પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસોઆ પણ વાંચોઃ પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

ખેડૂતોની દેવામાફી અંગે કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસે વચન આપ્યુ કે ખેડૂતોનું દેવુ માફ કરશે. આજે ખેડૂતોની ધરપકડ કરી રહી છે. ખેડૂકો ઘર છોડીને ભાગી રહ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસના લોકોને મુશ્કેલી છે કે મોદી આટલુ કામ કેમ કરે છે? આ દેશને ભ્રષ્ટાચારે બરબાદ કર્યો છે. અહીં ભ્રષ્ટાચાર વિના કામ થતુ નથી. દેશને આ બિમારીમાંથી બહાર કાઢવો જોઈએ. કોંગ્રેસના કાળમાં એટલો ભ્રષ્ટાચાક ફેલાઈ ગયો કે નોટબંધી જેવી સ્ટ્રોંગ દવાનો ઉપયોગ કરવો પડ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કોંગ્રેસના કાર્યકાળમાં એવો ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો કે મારે નોટબંધી કરવી પડી. અમે લોકો વર્તમાનપત્રમાં જોતા હતા કે બેડની નીચે નોટ પડી છે, કારખાનાની પાછળ પડી રહેતા હતા.. તેમણે કહ્યુ કે પાઈ પાઈ બેંકમાં જમા કરાવવા માટે અમે મજબૂર કરી દીધા.

English summary
PM narendra Modi addresses a rally in Madhya Pradesh's Jhabua
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X